પ્રાંતિજ ના સુખડ ગામે ખેતરમાં ભોયરૂ બનાવી વિદેશી દારૂનો જથ્થો છુપાવનાર આરોપી ઝડપાયો
– કુલ-૨,૫૩,૦૪૯ નો મુદ્દામાલ જપ્ત કર્યો
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસને પ્રોહીબીશનના ગુનામાં મોટી સફળતા મળી છે સુખડ ગામની સીમમાં ખેતરમાં ભોયરૂ બનાવી વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરનાર એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે સ્થળ પરથી કુલ કિ.રૂ. ૨,૫૩,૦૪૯/- નો મુદ્દામાલ કબજે કર્યો છે

સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ IPS તથા હિંમતનગર વિભાગના વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલની સૂચનાના આધારે પ્રાંતિજ પોલીસ દ્વારા વિસ્તારમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તે દરમિયાન પ્રાંતિજ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે એ.એસ.આઈ મનિષકુમાર બલભદ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ હર્ષપાલસિંહને બાતમી મળી હતી કે સુખડ ગામે રહેતો રાહુલકુમાર ઇલાજી મકવાણા પોતાના ખેતરમાં કેનાલ પાસે આવેલી ઓરડી નજીક જમીનમાં ભોયરૂ બનાવી તેમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો તપાસ દરમિયાન ઓરડી પાસે જમીનમાં પ્લાસ્ટિકનું મીણીયું અને તેની નીચે લોખંડનું ઢાંકણ જોવા મળ્યું હતું ઢાંકણ ખોલતા અંદર આશરે ૪×૬ ફૂટનું ભોયરૂ મળી આવ્યું હતું ભોયરામાંથી ખાખી રંગના બોક્સ મળી આવ્યા હતા બોક્સની તપાસ કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કુલ ૧૪૨૦ નંગ દારૂની બોટલો અને બીયરના ટીન કિ.રૂ. ૨,૫૧,૦૪૯/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ. ૨,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૨,૫૩,૦૪૯/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપીને ઝડપી પાડી પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રાંતિજ પોલીસે પ્રોહીબીશનના ગણનાપાત્ર ગુનાનો પર્દાફાશ કરી જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે
જીલ રાવલ સાબરકાંઠા