fbpx

સ્વીડન હવે ટેક્નોલોજી શિક્ષણને છોડીને ફિઝિકલ બૂક્સ પર પાછું કેમ ફરી રહ્યું છે?

Spread the love

સ્વીડન હવે ટેક્નોલોજી શિક્ષણને છોડીને ફિઝિકલ બૂક્સ પર પાછું કેમ ફરી રહ્યું છે?

સ્વીડને વર્ષ 2009માં શિક્ષણમાં મોટા ફેરફારો કર્યા હતા અને બાળકોને લેપટોપ, ટેબ્લેટ કે સ્ક્રીન પર શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. તે વખતે આશય એવો હતો કે, બાળકોને ડિજિટલ દુનિયા માટે તૈયાર કરવા અને ટેકનોલોજીથી શિક્ષણ ઝડપી અને સારું મળશે એવી ધારણા હતી.

પણ 17 વર્ષમાં સ્વીડને જોયું કે આ ટેક્નોલોજીના શિક્ષણને કારણે મોટી સમસ્યાઓ ઉભી થઇ રહી છે. બાળકો સરખી રીતે વાંચી શકતા નથી, ફોકસ કરી શકતા નથી. વધારે સ્ક્રીન ટાઇમને કારણે બાળકોની આંખો, મગજ, આરોગ્યને નુકશાન થઇ રહ્યુ હતું.

આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને સ્વીડન હવે ફરી પાઠ્ય પુસ્તકો તરફ વળ્યું છે. ટેક્નોલોજીને પુરી રીતે રિપ્લેસ કરવામાં નથી આવી પરંતુ પાઠ્યુ પુસ્તકો, નોટબુક, પેન પેન્સિલ ફરી ક્લાસમાં લાવવામાં આવ્યા અને સાથે ટેક્નોલોજીનું બેલેન્સ પણ રાખવામાં આવ્યું.

error: Content is protected !!