fbpx

એક મેસેજથી બદલાઈ ગયો વરરાજો! મોટાભાઈની જગ્યાએ નાનાભાઈએ લગ્ન કરવા પડ્યા

Spread the love

એક મેસેજથી બદલાઈ ગયો વરરાજો! મોટાભાઈની જગ્યાએ નાનાભાઈએ લગ્ન કરવા પડ્યા

બિહારના બગાહામાં એક લગ્નમાં હલ્દી સમારોહ દરમિયાન વરરાજાની કહેવાતી પહેલી સામે આવી હતી, ત્યારે એક હાઇ-વોલ્ટેજ ડ્રામા થતા સન્નાટો છવાઈ ગયો. કલાકો પહેલા જે ઘરમાં લગ્નના ગીતો ગુંજી રહ્યા હતા, તે ઘર પંચાયત, ચર્ચા અને સમાધાનના વાતાવરણમાં ફેરવાઈ ગયું. આ ઘટના ઠકરહા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નવકા ટોલા બેલવારીપટ્ટી ગામમાં બની હતી. ગામના રહેવાસી લલન ચૌધરીએ પોતાના મોટા દીકરાના લગ્ન ગોપાલગંજની એક યુવતી સાથે ગોઠવ્યા હતા. ઘરમાં હલ્દી લગાવવાનો સમારંભ ચાલી રહ્યો હતો, સંબંધીઓ અને મહેમાનો લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા, અને ત્યાર પછીના દિવસે લગ્નની જાન નીકળવાની હતી.

Groom-Brother1

પરંતુ અચાનક, કન્યાના મોબાઇલ ફોન પર એક વોટ્સએપ મેસેજ આવ્યો, જેના કારણે આખું વાતાવરણ બદલાઈ ગયું હતું. મેસેજ મોકલનાર મહિલાએ પોતાને વરરાજાની પહેલી પત્ની તરીકે ઓળખાણ આપી હતી. તેણે જેના લગ્ન થવાના હતા તે વરરાજા સાથેના પોતાના ફોટા, તેમના સંબંધોની વિગતો અને લગ્ન સંબંધિત કથિત પુરાવા પણ મોકલ્યા. મહિલાએ દાવો કર્યો હતો કે, તે લગભગ 9 વર્ષથી તે યુવક સાથે રહેતી હતી અને તેમને 3 પણ બાળકો છે. આ માહિતી કન્યાના પરિવાર સુધી પહોંચતાની સાથે જ લગનવાળા ઘરમાં અફરાતફરી મચી ગઈ.

કન્યાનો પરિવાર તાત્કાલિક ગામમાં પહોંચ્યો, અને પછી શરુ થઇ ગયો સવાલ-જવાબ, આરોપ-પ્રત્યારોપ અને પંચાયત બોલાવવાનું વાતાવરણ ઉભું થઇ ગયું. લગ્ન તૂટી જવા સુધીની વાત આવી ગઈ હતી. ગામલોકો, સંબંધીઓ અને બંને પરિવારોએ આ મામલો ઉકેલવા માટે કલાકો સુધી પ્રયાસ કર્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, છોકરાના પરિવારને પહેલાથી જ આ સંબંધની જાણ હતી, પરંતુ છોકરીના પરિવારને કોઈ ખબર નહોતી. યુવકની પત્ની હોવાનો દાવો કરતી મહિલાએ ન્યાયની માંગણી કરી અને પોલીસ ફરિયાદ નોંધાવવાની ધમકી પણ આપી.

Groom-Brother2

કલાકો ચાલેલી પંચાયત મિટિંગ પછી, આખરે એક એવો નિર્ણય આવ્યો, જેણે બધાને ચોંકાવી દીધા. છોકરીના લગ્ન મોટા ભાઈને બદલે નાના ભાઈ સાથે કરાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. શરૂઆતમાં, છોકરીના પરિવારે આનો વિરોધ કર્યો, પરંતુ ત્યાર પછી, સામાજિક દબાણ અને પુત્રીના ભવિષ્યને કારણે, તેઓ સંમત થઇ ગયા.

આ પછી, લગ્નનું આખું સમીકરણ રાતોરાત બદલાઈ ગયું. જે યુવકના નામથી પહેલા જ હલ્દીનો સમારોહ થઇ ગયો હતો, તેના બદલે નાના ભાઈને વર બનાવવામાં આવ્યો. પછી, એ જ મંડપમાં, નાના ભાઈએ ‘સેહરા’ (પાઘડી) બાંધી અને લગ્નની જાન કન્યાના ઘરે લઈ ગયા. આ લગ્ન હવે ગામમાં ચર્ચાનો સૌથી મોટો વિષય બની ગયો છે. લોકો તેની તુલના ફિલ્મી વાર્તા સાથે કરી રહ્યા છે. આ બાજુ, પોલીસ કથિત પહેલી પત્નીના દાવાઓ અને સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

Leave a Reply

error: Content is protected !!