fbpx

આજના તમામ મુસ્લિમો એક સમયે હિન્દુ હતા; અરબથી નથી આવ્યા…’, MLA રાજા ભૈયાનું નિવેદન

Spread the love

આજના તમામ મુસ્લિમો એક સમયે હિન્દુ હતા; અરબથી નથી આવ્યા...’, MLA રાજા ભૈયાનું નિવેદન

ઉત્તર પ્રદેશના કુંડા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે હાલમાં દેશમાં જેટલા પણ મુસ્લિમ છે, તેમના પૂર્વજો હિન્દુ જ હતા. આગળ વધતા તેમણે કહ્યું કે જે લોકોએ તે સમયમાં દબાણ કે ભય આગળ ઘૂંટણ ટેકવી દીઘા, તેઓ કાયર હતા, અને આ તેમણે જ ધર્મ પરિવર્તન કર્યું. રાજા ભૈયાનું નિવેદન સામે આવતા જ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

raja-bhaiya1

રઘુરાજ પ્રતાપ સિંહે એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જે દરમિયાન તેમણે ટિપ્પણી કરી હતી કે, તમિલનાડુમાં DMK પાર્ટીના એક નેતા છે, જેમણે કહ્યું હતું કે સનાતન ધર્મને જ સમાપ્ત કરી દેવો જોઈએ. તેમણે તેને ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે સરખાવ્યો. બીમારીઓ સાથે તુલના કરવામાં આવી કે હિન્દુ ધર્મ સૌથી હલકી કક્ષાનો છે. ‘હિન્દુત્વને સમાપ્ત કરો’. જરા કલ્પના કરો કે, જો કોઈએ કહ્યું હોત કે ‘ઇસ્લામને ખતમ કરો, ખબર નહીં કેટલા ફતવા જાહેર થઇ ગયા હોત?’

તેમણે આગળ કહ્યું કે, સૌથી મહત્ત્વપૂર્ણ છે કે આપણે આપણા રાષ્ટ્ર, આપણા ધર્મ અને આપણી સંસ્કૃતિના રક્ષણ માટે લડવા માટે તૈયાર રહીએ. બીજું કોઈ આપણા માટે આ લડાઇ લડશે નહીં. એટલે અમે કહીએ છીએ કે જાત-પાતના ભેદભાવને કહોઅલવિદા, આપણે બધા હિન્દુ ભાઇ-ભાઈ છીએ.

raja-bhaiya2

તેમણે કહ્યું કે, આજે જેટલા મુસ્લિમો છે, કે બધા પહેલા હિન્દુ હતા. તેઓ અરબ કે ઓમાનથી આવ્યા નથી. જેમની પાસે શ્રદ્ધાનો અભાવ હતો, જેઓ કાયર હતા, લોભી હતા, લાલચું અને નિષ્ઠાહીન હતા, તે લોકોએ દબાણમાં આવીને ધર્મ પરિવર્તન કર્યું. જોકે, આપણે એવા લોકોના વંશજો છીએ જેઓ ધાર્મિક હતા, વીર હતા અને બલિદાની હતા.

Leave a Reply

error: Content is protected !!