fbpx

પ્રાંતિજમાં મેડિકલ સ્ટોર્સ સજ્જડ બંધ

Spread the love

પ્રાંતિજમાં મેડિકલ સ્ટોર્સ સજ્જડ બંધ
– ગેરકાયદે ઈ-ફાર્મસી અને ઓનલાઈન દવાઓના વેચાણ સામે ઉગ્ર વિરોધ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં આજે ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આપવામાં આવેલા દેશવ્યાપી બંધના આહ્વાનને સમર્થન આપતાં તમામ મેડિકલ સ્ટોર્સ સજ્જડ બંધ રહ્યા હતા. ગેરકાયદે ઈ-ફાર્મસી અને ઓનલાઈન દવાઓના વેચાણ સામે વિરોધ નોંધાવવા દવાના વેપારીઓએ એકતા દર્શાવી હતી


મેડિકલ સ્ટોર સંચાલકો અને વેપારીઓએ સરકાર સમક્ષ પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરી હતી જેમાં ૨૮/૦૮/૨૦૧૮ના GSR 817(E) અને ૨૬/૦૩/૨૦૨૦ના GSR 220 નિયમોને પાછા ખેંચવાની માંગ સાથે કોર્પોરેટ કંપનીઓ દ્વારા અપાતી ભારે ડિસ્કાઉન્ટ નીતિ સામે કડક નિયમન લાવવાની માગણી કરવામાં આવી હતી. ઉપરાંત નકલી દવાઓના વધતા ખતરા સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી હતી વેપારીઓએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ઓનલાઈન પ્લેટફોર્મ અને મોટી કોર્પોરેટ કંપનીઓ ગ્રાહકોને ભારે ડિસ્કાઉન્ટની લાલચ આપીને પરંપરાગત દવા બજાર પર કબજો જમાવવાનો પ્રયાસ કરી રહી છે, જેના કારણે નાના અને મધ્યમ વર્ગના દવાના વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છેતેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓનલાઈન દવાઓના વેચાણમાં ઘણીવાર ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓ આપવામાં આવે છે, જે લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે. સાથે જ નકલી દવાઓના વેચાણ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતીઆ બંધના કારણે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ સહિતની ગંભીર બીમારીઓથી પીડાતા અને નિયમિત દવાઓ લેતા દર્દીઓને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જોકે જન ઔષધી કેન્દ્રો તેમજ એસોસિએશન સાથે સંકળાયેલા ન હોય તેવા કેટલાક ડોક્ટર સ્ટોર્સ ખુલ્લા રહ્યા હતા દવાના વેપારીઓએ સરકારને ગેરકાયદે ઓનલાઈન દવા વેચતી કંપનીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની તેમજ તમામ વેપારીઓ માટે સમાન નિયમો અમલમાં મૂકવાની માંગ સાથે ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!