પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
– બકરી ઈદ ને લઈ ને બેઠક યોજાઇ
– નગરના અગ્રણીઓ વેપારીઓ ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠક પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એમ. વાળાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.


બેઠકમાં નગરના અગ્રણીઓ, વેપારીઓ તેમજ હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દરવર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તહેવારો દરમિયાન શાંતિ, સૌહાર્દ અને એકતા જળવાઈ રહે તે હેતુથી બેઠક યોજાઈ હતી આ પ્રસંગે કોંગ્રેસ તાલુકા પ્રમુખ રામસિંહ પરમાર, યોગેશભાઈ રાવલ, સફીભાઈ ચામડાવાળા, મનુભાઈ રામચંદાની, સલીમભાઈ સહિત વિવિધ સમાજના આગેવાનો અને વેપારીઓ હાજર રહ્યા હતા બેઠક દરમિયાન આવનારા બકરી ઈદના તહેવારને શાંતિપૂર્ણ અને ભાઈચારાથી ઉજવવા અપીલ કરવામાં આવી હતી સાથે જ નગરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સામાજિક એકતા મજબૂત બને તે માટે સૌએ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી