fbpx

પ્રાંતિજ નજીક NH-48 પર ઉભેલી આઈશરમાં આગ, ચાલકનો આબાદ બચાવ

Spread the love

પ્રાંતિજ નજીક NH-48 પર ઉભેલી આઈશરમાં આગ, ચાલકનો આબાદ બચાવ
– પ્રાંતિજ ફાયર બ્રિગેડ ધટના સ્થળે દોડી આવી આગ હોલવી
– આઇશર નો આગળનો ભાગ આગમા બળીને સ્વાહા થઈ ગયો


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના પોગલુ પાટીયા પાસે અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઇવે-૪૮ પર ઉભેલી એક આઈશર ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાના પગલે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


મળતી માહિતી મુજબ આઈશર ટ્રક અમદાવાદ ખાતે માલ ખાલી કરી પરત રાજસ્થાન તરફ જઈ રહી હતી. દરમિયાન ચાલકે પોગલુ પાટીયા પાસે રોડની સાઈડમાં આઈશર ઉભી રાખી કેબીનમાં આરામ કરવા માટે સૂઈ ગયો હતો. એ દરમિયાન અચાનક કેબીનમાં આગ ભભૂકી ઊઠતા ચાલક ગભરાઈ બહાર નીકળી ગયો હતો આગ લાગતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તરત જ પ્રાંતિજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ પ્રાંતિજ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો સદ્નસીબે ઘટનામાં આઈશર ચાલકનો આબાદ બચાવ થયો હતો, જોકે આગમાં આઈશરનું કેબીન સંપૂર્ણ રીતે બળી ખાક થઈ ગયું હતું. ઘટનાને લઈને હાઈવે પર થોડો સમય વાહન વ્યવહારમાં પણ અસર જોવા મળી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!