fbpx

પ્રાંતિજ પોલીસે ૭ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા

Spread the love

પ્રાંતિજ પોલીસે ૭ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા
– મંદિર અને ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુનાઓનો પર્દાફાશ
– બે આરોપીઓ પાસેથી રૂ. ૨.૧૩ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે
– ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ એક્ટિવા સ્કૂટર પણ જપ્ત
-સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના મંદિરોને બનાવતા હતા નિશાન


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ પોલીસ ને મોટી સફળતા સાત ચોરીના ગુનાનો ભેદ ઉકેલી રૂપિયા ૨લાખ ૧૩ હજાર નો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓ ને ઝડપી પાડી જેલ હવાલે કર્યા


નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ , જિલ્લા પોલીસ અધિક્ષક ર્ડા.પાર્થરાજસિંહ , એ.કે.પટેલ દ્રારા ધરફોડ ચોરી તેમજ મંદિર ચોરીના ગુન્હાઓ અટકાવવા તથા વણશોધાયેલ ગુન્હા શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે પ્રાંતિજ પી.આઇ એ.એમ.વાળા સુચના થી પ્રાંતિજ પીએસઆઇ પી.જે.રાણા તથા મનિષકુમાર બલભદ્રસિંહ , વિક્રમસિંહ , રાજેશકુમાર ગફુલભાઈ , મદનસિંહ કલ્યાણસિંહ , હર્ષપાલસિંહ દિલીપસિંહ દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા નોંધાયેલ ગુના અગે તપાસ મા હોય બાતમી મળતી તપાસ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન નોંધાયેલ ગુનાઓ સહિત અન્ય છ ગુનાઓ સામે આવતા સાત ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો  પ્રાંતિજ પોલીસે ઘરફોડ અને મંદિર ચોરીના કુલ ૭ અનડીટેક્ટ ગુનાઓ ઉકેલવામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી આશરે રૂ. ૨.૧૩ લાખથી વધુનો મુદ્દામાલ તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ એક્ટિવા સ્કૂટર કબ્જે કર્યું છે પકડાયેલા આરોપીઓમાં ભરતકુમાર મહેશભાઈ વાઘેલા અને શૈલેષભાઈ જયંતિભાઈ નાયક બન્ને રહે. પિલુદ્રા તા.પ્રાંતિજ ,જિ.સાબરકાંઠા પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે બંને આરોપીઓ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના ગામોમાં આવેલા નાના-મોટા મંદિરો તેમજ રહેણાંક મકાનોને નિશાન બનાવી ચોરીના ગુનાઓ આચરતા હતા ખાનગી બાતમીના આધારે પ્રાંતિજ પોલીસે નેવી બ્લુ રંગની હીરો એક્ટિવા GJ-09-DR-2257) સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો પૂછપરછ દરમિયાન આરોપીઓએ અનેક ચોરીના ગુનાઓ કબૂલતા સમગ્ર ચોરી કૌભાંડનો ભેદ ખુલ્યો હતો પોલીસ દ્વારા ઉકેલાયેલા નોંધાયેલા ગુનાઓમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો ગુનો, તલોદ પોલીસ સ્ટેશનનો મંદિર ચોરીનો ગુનો, જાદર પોલીસ સ્ટેશનનો મંદિર ચોરીનો ગુનો તેમજ વસઈ પોલીસ સ્ટેશનના બે અલગ-અલગ મંદિર ચોરીના ગુનાઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત વણ નોંધાયેલા ગુનાઓમાં લાડોલ વિસ્તારના જોગણી માતાજી મંદિર તથા ખેરાલુ વિસ્તારના ગોગા મહારાજ મંદિરની ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે તો પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા ૭ હજાર, ચાંદીના ૪૫ જેટલા નાના-મોટા છત્તર, અંદાજે ૧ કિલો ૬૯૬ ગ્રામ ચાંદીનો મુદ્દામાલ તેમજ રૂ. ૨૦ હજાર કિંમતનું એક્ટિવા સ્કૂટર મળી કુલ અંદાજે રૂ. ૨,૧૩,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે તો  પ્રાંતિજ પોલીસે બજાર વિસ્તારમાં ભરબપોરે દુકાનમાંથી થયેલી પાકીટ ચોરીનો પણ ભેદ ઉકેલી અન્ય છ ગુનાઓનો ખુલાસો કર્યો

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!