fbpx

પ્રાંતિજ ટોલટેક્સ ઉપર કાર ચાલકનો આતંક

Spread the love

પ્રાંતિજ ટોલટેક્સ ઉપર કાર ચાલકનો આતંક
– બે ટોલ કર્મચારીઓને મારમારતા ઈજાગ્રસ્ત
–   સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
       


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના કતપુર ખાતે આવેલ ટોલટેક્સ ઉપર વી.આઈ પી લાઇન માંથી ગાડી કાઢવા જતા ગાડી રોકતા બે ટોલ કર્મચારીઓને માર માર્યો


પ્રાંતિજ ટોલટેક્સ ઉપર બુધવાર ને સવાર ના ૧૦ વાગ્યા ની  આસપાસ બબાલ સર્જાઈ હતી મળતી માહિતી મુજબ એક કાર ચાલક વી.આઈ.પી લાઇનમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે ટોલ કર્મચારીઓએ નિયમ મુજબ જવાબ માંગતા કાર ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને બે ટોલ કર્મચારીઓ સાથે બોલાચાલી બાદ મારામારી કરી હતી મારામારી દરમિયાન બંને ટોલ કર્મચારીઓને હાથ, આંખ અને ખભાના ભાગે ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક સારવાર અર્થે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાઘટનાની જાણ થતાં જ પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો  પોલીસે કાર ચાલક સહિત કારમાં સવાર અન્ય લોકોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે આ સમગ્ર ઘટનાને લઈને ટોલટેક્સ ઉપર થોડો સમય તણાવનો માહોલ સર્જાયો હતો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!