fbpx

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

Spread the love

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી, અને પસંદગીકારોએ કેટલાક એવા નિર્ણયો લીધા જે ખરેખર ચોંકાવનારા હતા. આ નિર્ણયો બાદ ચાહકોએ મુખ્ય પસંદગીકાર અજિત અગરકરના તર્ક પર પણ સવાલ ઉઠાવ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલાક ખેલાડીઓ સાથે થયેલા અન્યાય પર પોસ્ટ્સ કરવામાં આવી. ચાલો તમને જણાવી દઇએ કે ભારતીય ક્રિકેટ ટીમ મેનેજમેન્ટે કયાં પાંચ નિર્ણયો લીધા છે, જેના પર સવાલ ઉઠી રહ્યા છે.

ઋષભ પંત સાથે આવું શા માટે?

IPL સીઝન દરમિયાન જ ઋષભ પંતને ODI ટીમમાંથી બાકાત રાખવા અંગેની અટકળો લગાવવામાં આવી રહી હતી અને એવું જ થયું. પસંદગીકારોએ તેને અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણી માટે ટીમમાં સ્થાન આપ્યું નથી; પરંતુ, મોટી વાત એ છે કે શા માટે આ ખેલાડીને ટેસ્ટ ટીમના ઉપ-કેપ્ટનપદેથી દૂર કરવામાં આવ્યો. ઋષભ પંત ટેસ્ટ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે; તેને પહેલા શુભમન ગિલના ડેપ્યુટી બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે, અચાનક, તેની જગ્યાએ 34 વર્ષીય કે.એલ. રાહુલને ઉપ-કેપ્ટન બનાવી દેવામાં આવ્યો છે.

jadeja-axar

અક્ષર આઉટ, સુંદર દરેક ટીમમાં

3 ICC ટ્રોફીમાં ભારતની જીતમાં યોગદાન આપનાર ખેલાડી અક્ષર પટેલને વન-ડે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેને ટેસ્ટ ટીમમાં પણ સ્થાન આપવામાં આવ્યું નથી. આ ખરેખર હેરાન કરી દેનારો નિર્ણય છે. તેનાથી વિપરીત, વોશિંગ્ટન સુંદરને ટેસ્ટ અને વન-ડે બંને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ચાહકોને હેરાન કરી રહ્યો છે.

આકિબ નબીને જગ્યા કેમ નહીં?

જમ્મુ-કાશ્મીરને રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનાવનાર ફાસ્ટ બોલર આકિબ નબીને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નથી. આ ખેલાડીએ પાછલી રણજી ટ્રોફી સીઝન દરમિયાન 60 વિકેટ લીધી હતી, છતા તેને ટેસ્ટ ટીમમાં પસંદગ કરવામાં આવ્યો નથી. અહીં પ્રશ્ન એ છે કે જો રણજી ટ્રોફીમાં ઉચ્ચ કક્ષાનું પ્રદર્શન કરવા છતા ટેસ્ટ ટીમમાં સ્થાન નહીં મળે તો પછી કેવી રીતે મળશે? જ્યારે ગુરકીરત બરારને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

યશસ્વી જાયસ્વાલની ભૂલ શું છે?

યશસ્વી જાયસ્વાલ હાલમાં ભારતીય ટીમમાં એકમાત્ર ખેલાડી છે જેને ટેસ્ટ, વનડે અને T20 રમતના ત્રણેય ફોર્મેટમાં પસંદગી માટે ફિટ માનવામાં આવે છે. તેણે રમતના દરેક ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે. જો કે, આ ખેલાડીને હવે વન-ડે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આ ડાબોડી બેટ્સમેને પાછલી વન-ડે શ્રેણીમાં દક્ષિણ આફ્રિકા સામે સદી પણ ફટકારી હતી. તેને T20 ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો છે અને હાલમાં તે ફક્ત ટેસ્ટ ફોર્મેટમાં જ રમી રહ્યો છે.

shami

મોહમ્મદ શમીએ હવે કરવાનું?

મોહમ્મદ શમીએ રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું. IPLમાં પણ તેનું પ્રદર્શન સારું રહ્યું, પરંતુ તેની ટેસ્ટ ટીમમાં વાપસી ન થઇ. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે તો ત્યાં સુધી કહી દીધું કે ટેસ્ટ અને વન-ડે ટીમની પસંદગી પ્રક્રિયા દરમિયાન શમીના નામની ચર્ચા પણ કરવામાં આવી નહોતી. તેમણે શમીને ફક્ત T20 ફોર્મેટ માટે જ ફિટ માન્યો.

Leave a Reply

error: Content is protected !!