fbpx

બંગાળ ચૂંટણીમાં મુસ્લિમ બહુમતી ધરાવતા બૂથ પર BJPને મળ્યા 97% વોટ, નેતાએ ઉઠાવ્યો સવાલ

Spread the love

બંગાળ ચૂંટણીમાં મુસ્લિમ બહુમતી ધરાવતા બૂથ પર BJPને મળ્યા 97% વોટ, નેતાએ ઉઠાવ્યો સવાલ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ જોરદાર જીત મેળવી હોવા છતાં, આ વખતનો જંગ અત્યંત રસાકસીભર્યો રહ્યો હતો. રાજ્યની લગભગ 20 જેટલી બેઠકો એવી હતી જ્યાં જીતનું માર્જિન 5,000 કરતાં પણ ઓછું હતું. પરંતુ આ બધામાં સૌથી વધુ ચોંકાવનારો ઉલટફેર રાજારહાટ ન્યૂ ટાઉન (Rajarhat New Town) બેઠક પર જોવા મળ્યો છે. અહીં મુસ્લિમ બહુમતી ધરાવતા ‘મુસલમાન પાડા’ વિસ્તારના એક સિંગલ બૂથે આખી બેઠકનું પરિણામ ભાજપની તરફેણમાં ફેરવી નાખ્યું છે.

મીડિયા પ્લેટફોર્મ ‘સ્ક્રોલ’ (Scroll) ના અહેવાલ અનુસાર, આ બૂથ પર ભાજપને 97% વોટ મળ્યા છે. 5 મેના રોજ યોજાયેલા એડિશનલ રાઉન્ડના કાઉન્ટિંગ બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની લીડ અચાનક હારમાં બદલાઈ ગઈ હતી.

આ બેઠક પર ભાજપના ઉમેદવાર પીયૂષ કનોડિયાએ તૃણમૂલ કોંગ્રેસના તાપસ ચેટર્જી સામે માત્ર 316 વોટના અત્યંત પાતળા માર્જિનથી જીત મેળવી છે. પશ્ચિમ બંગાળમાં 15 વર્ષ જૂની મમતા બેનર્જીની સરકારને હરાવીને ભાજપે કુલ 207 બેઠકો જીતી છે, પરંતુ રાજારહાટના આ પરિણામ જોઈને તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સાગરિકા ઘોષે આક્ષેપ કર્યો છે કે આ ચૂંટણીમાં જનાદેશની ચોરી થઈ છે.

bjp2

સાગરિકા ઘોષે ટ્વિટ (X) કરીને સવાલ ઉઠાવ્યો કે ‘ચૂંટણી પંચ, વનિશ કુમાર અને સુપ્રીમ કોર્ટ ક્યાં છે? TMC રાજારહાટ-ન્યૂ ટાઉન બેઠક પર સતત જીતી રહી હતી, પરંતુ છેલ્લા રાઉન્ડમાં એક મુસ્લિમ બહુમતી ધરાવતા બૂથની ગણતરી આઉટ-ઓફ-ટર્ન (ક્રમ બહાર) કરવામાં આવી અને તેના 97% વોટ ભાજપના ખાતામાં ગયા!’

(ટ્વિટમાં ‘વનિશ કુમાર’ (Vanish Kumar) શબ્દનો પ્રયોગ ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર પર કટાક્ષ કરવા માટે કરવામાં આવ્યો હોવાનું મનાય છે).

બીજી તરફ, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે પણ આ મામલે EVM મેનિપ્યુલેશન (ગેરરીતિ) ની શંકા વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘કોઈ મુસ્લિમ બહુમતી ધરાવતું બૂથ ભાજપને 97% વોટ આપે તે કાં તો EVM સાથે છેડછાડ, EVM બદલવા અથવા ચૂંટણી પંચના રિટર્નિંગ ઓફિસર દ્વારા EVM ના અસલી રેકોર્ડથી તદ્દન અલગ પરિણામ જાહેર કરવાનું સ્પષ્ટ પ્રમાણ છે.’

બૂથ નંબર 164નું આખું ગણિત અને વિવાદ

આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં ઉત્તર કોલકાતાના રાજારહાટ ન્યૂ ટાઉનમાં આવેલા મુસલમાન પાડા વિસ્તારનું બૂથ નંબર 164 છે, જ્યાં બીજા તબક્કામાં 29 એપ્રિલે મતદાન થયું હતું.

‘સ્ક્રોલ’ ના વિશ્લેષણ અનુસાર, આ બેઠક પર કુલ 18 રાઉન્ડની મતગણતરી થવાની હતી. 4 મેના રોજ 17 રાઉન્ડની ગણતરી પુરી થઈ ચૂકી હતી. રાત્રે મધ્યરાત્રિ સુધી TMC ના તાપસ ચેટર્જી ભાજપના કનોડિયાથી બરાબર 316 વોટ આગળ ચાલી રહ્યા હતા. આરોપ છે કે 9મા રાઉન્ડ દરમિયાન બૂથ નંબર 164ને ગણતરીમાંથી સ્કીપ (બાકાત) કરી દેવાયું હતું.

બીજા દિવસે એટલે કે 5 મેના રોજ 1headlineમા અને છેલ્લા રાઉન્ડમાં આ એકમાત્ર બાકી રહેલા બૂથ નંબર 164ની ગણતરી અલગથી કરવામાં આવી. આ રાઉન્ડના આંકડા સામે આવતા જ સૌ કોઈ ચોંકી ગયા:

કુલ મતદાન: 656 વોટ

BJPને મળેલા વોટ: 637 (97%)

TMCને મળેલા વોટ: માત્ર 5

મુસ્લિમ વોટનું ગણિત: આ બૂથ પર પડેલા 637 વોટમાંથી 558 વોટ મુસ્લિમ મતદારોના હતા. એટલે કે આશરે 88% મુસ્લિમોએ ભાજપને વોટ આપ્યો, જે બંગાળના જૂના ચૂંટણી ઈતિહાસમાં ક્યારેય બન્યું નથી.

આ પરિણામ સાથે જ TMC ની 316 વોટની લીડ સાફ થઈ ગઈ અને ભાજપના ઉમેદવાર બરાબર 316 વોટથી ચૂંટણી જીતી ગયા.

એક જ ઇલાકો, બે બૂથ: પરિણામોમાં આકાશ-પાતાળનો તફાવત

સૌથી મોટું રહસ્ય એ છે કે મુસલમાન પાડા વિસ્તારમાં બે બૂથ આવે છે – 164 અને 165. બંને બૂથના મતદારો એક જ પોલિંગ સેન્ટર (જગદીશપુર સ્કૂલ) માં વોટ નાખવા ગયા હતા. પરંતુ બૂથ નંબર 165 નું પરિણામ તદ્દન અલગ આવ્યું:

બૂથ નંબરમુસ્લિમ વસ્તીBJPના વોટડાબેરી (Left) / TMC ના વોટ
બૂથ 164બહુમતી637 (97%)TMC ને માત્ર 5 વોટ
બૂથ 16591% મુસ્લિમ32 (5%)ડાબેરીને 299, TMC ને 290 વોટ

એક જ ગલી અને એક જ જ્ઞાતિના લોકો હોવા છતાં, બૂથ 165 ના લોકોએ ભાજપને નકાર્યો જ્યારે પાડોશના જ બૂથ 164 પર ભાજપની એકતરફી સુનામી જોવા મળી.

બંગાળમાં મુસ્લિમ મતોનું નવું સમીકરણ

ઇતિહાસ સાક્ષી છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપને મુસ્લિમ મતો મેળવવા માટે હંમેશા સંઘર્ષ કરવો પડ્યો છે. 2021ની વિધાનસભા અને 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને રાજ્યમાં માત્ર 4 થી 7 ટકા મુસ્લિમ વોટ મળ્યા હતા, જ્યારે મમતા બેનર્જીની કલ્યાણકારી યોજનાઓને કારણે TMC ને 70 થી 75 ટકા એકતરફી મુસ્લિમ વોટ મળતા આવ્યા હતા.

bjp

પરંતુ, 2026ની આ ચૂંટણીમાં આ લઘુમતી વોટ બેંકમાં મોટો ગિરાકો જોવા મળ્યો છે. આ વખતે મુસ્લિમ મતદારો માત્ર TMC પાછળ ન રહેતા કોંગ્રેસ, ડાબેરી પક્ષો, ISF અને હુમાયુ કબીરની AJUP જેવી નાની પાર્ટીઓ વચ્ચે વહેંચાઈ ગયા. આ મતોના વિભાજનનો સીધો ફાયદો ભાજપને થયો.

રાજ્યની કુલ 142 મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠકોમાંથી ભાજપે 72 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ માત્ર 64 બેઠકો પર સમેટાઈ ગઈ. આ જ કારણ છે કે આ વખતે મમતા બેનર્જીના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. પરંતુ આ બધી વિગતો વચ્ચે, રાજારહાટ બેઠકની આ એક બૂથ વાળી રહસ્યમય કહાની લાંબા સમય સુધી ચર્ચામાં રહેશે.

Leave a Reply

error: Content is protected !!