
ડુંગળીના ભાવ ઘટવાને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના ધારુર તાલુકાના અરણવાડી ગામના ખેડૂત સંતોષ શિંગારેને સોલાપુર બજારમાં આશરે 600 કિલો ડુંગળી વેચ્યા બાદ માત્ર 301 રૂપિયા મળ્યા. ડુંગળીનો બજાર ભાવ પ્રતિ કિલોગ્રામ માત્ર 50 પૈસા હતો.

ખેડૂતને પરિવહન અને મજૂરી ખર્ચ ચૂકવવા માટે પોતાના ખિસ્સામાંથી 1082 રૂપિયા ચૂકવવાની ફરજ પડી હતી. શિંગારે ડુંગળીના વેચાણમાંથી મળેલી રકમનો ઉપયોગ ટ્રેક્ટરના હપ્તા ચૂકવવા માટે કરવાનો હતો; પરંતુ, તેમણે હવે બજારમાં ઉત્પાદન પહોંચાડવા માટે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચવા પડ્યા હતા. શિંગારે પાસે હજુ પણ 10 ટન ડુંગળી બાકી છે, જેને લઈને હવે તેની સામે મોટી મૂંઝવણ ઉભી થઈ ગઈ છે. તેમણે સરકારને ડુંગળી ઉગાડતા ખેડૂતોને સહાય પૂરી પાડવા અપીલ કરી છે.
ખાસ કરીને, બીડ જિલ્લાના ધારુર તાલુકાના અરણવાડી ગામના ખેડૂત સંતોષ શિંગારેએ પોતાના ખેતરમાં ડુંગળીની ખેતી કરી હતી. સફળ પાક બાદ, તેણે પહેલી વખત સોલાપુર માર્કેટમાં 12 કોથળામાં 602 કિલોગ્રામ ડુંગળી મોકલી હતી. માર્કેટમાં, ડુંગળીનો ભાવ પ્રતિ કિલોગ્રામ માત્ર 50 પૈસા હતો, જેના પરિણામે કુલ ₹301 રૂપિયા મળ્યા. જોકે, ડુંગળીને બજારમાં પહોંચાડવાનો ખર્ચ 1383 રૂપિયા થયો. એટકે કે વેચાણમાંથી મળેલા 301 રૂપિયા બાદ કર્યા પછી પણ, શિંગારેને પોતાના ખિસ્સામાંથી 1082 રૂપિયા ચૂકવવા પડ્યા.

ખેડૂતોની આવી પરિસ્થિતી જોઈને, શિનગારેએ સરકારને સહાય માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે તેમણે ડુંગળીના વેચાણમાંથી થતી કમાણીનો ઉપયોગ તેમના ટ્રેક્ટર લોનના હપ્તા ચૂકવવા માટે કરવાની યોજના બનાવી હતી. તેણે ભાર મૂક્યો કે સરકારે ડુંગળીની ખેતી કરનારા ખેડૂતોને ટેકો આપવા માટે આગળ આવવું જોઈએ.