fbpx

પ્રાંતિજ તાલુકા પંચાયત ખાતે ભગવાન સત્યનારાય કથા સાથે પ્રમુખ-ઉપપ્રમુખે કાર્યભાર સંભાળ્યો

Spread the love

પ્રાંતિજ તાલુકા પંચાયત ખાતે ભગવાન સત્યનારાય કથા સાથે પ્રમુખ-ઉપપ્રમુખે કાર્યભાર સંભાળ્યો
– તાલુકા સદસ્યો , ભાજપ આગેવાનો ,કાર્યકરો સંગાસંબધીઓ ઉપસ્થિત રહ્યા
 


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા પંચાયત ખાતે નવ નિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખના કાર્યભાર ગ્રહણ પ્રસંગે ધાર્મિક માહોલ વચ્ચે ભગવાન સત્યનારાયની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રમુખની ઓફિસ ખાતે યોજાયેલી આ કથામાં તાલુકા પંચાયતના સદસ્યો, સમાજના આગેવાનો તેમજ ભાજપના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અંકિતાબેન જનકભાઈ પટેલ તથા ઉપપ્રમુખ તરીકે બનુસિંહ જસવંતસિંહ રાઠોડે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો કાર્યભાર ગ્રહણ બાદ શુભેચ્છકો દ્વારા બંને હોદ્દેદારોને  ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન જયતિભાઈ પટેલ, ભાઇલાલભાઈ પટેલ, તાલુકા પંચાયતના સદસ્યો, સમાજના આગેવાનો, સગાસંબંધીઓ તેમજ ભાજપના કાર્યકરો અને સમર્થકો હાજર રહી નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!