fbpx

પ્રાંતિજના મજરા ચોકડી ખાતે ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત

Spread the love

પ્રાંતિજના મજરા ચોકડી ખાતે ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત
–  બંને ચાલકોનો આબાદ બચાવ
– અકસ્માત ને લઈ સર્વિસ રોડ ઉપર ટ્રાફિક જામ થયો


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ચોકડી ખાતે વિનય હોટલ સામે ટ્રક અને આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો


મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના મજરા ચોકડી પર હિંમતનગર તરફથી ચિલોડા તરફ જઈ રહેલ ટ્રક તથા બ્રિજ નીચેથી આઇસર  તલોદ તરફ જઈ રહી હતી તે દરમિયાન ટ્રક ચાલકે રોડ ક્રોસ કરી રહેલી આઇસરને જોરદાર ટક્કર મારતા આઇસર પલટી ખાઈ ગઈ હતી અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનચાલકો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જોકે સદનસીબે ટ્રક ચાલક તેમજ આઇસર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી અકસ્માતને પગલે સર્વિસ રોડ ઉપર વાહનોની લાંબી કતારો લાગી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા બાદમાં સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!