પ્રાંતિજ ના પીલુદ્રા તેજસ્વી વિદ્યાર્થી આદર્શ મકવાણાનું સમાજ દ્વારા ભવ્ય સન્માન
– સમગ્ર ક્ષત્રિય સમાજ નુ ગૌરવ વધાર્યુ
– તલોદ-પ્રાંતિજ સમુહ લગ્ન સમિતિ દ્રારા વિશેષ સન્માન કર્યુ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના પીલુદ્રા ગામના વતની અને તેજસ્વી વિદ્યાર્થી આદર્શ જીતેન્દ્રસિંહ મકવાણાએ તાજેતરમાં જાહેર થયેલી એસ.એસ.સી. બોર્ડ પરીક્ષામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ગામ તેમજ સમગ્ર ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું છે આ ઉત્કૃષ્ટ સિદ્ધિને વધાવવા તલોદ-પ્રાંતિજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું



કાર્યક્રમમાં પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે આદર્શ જીતેન્દ્રસિંહ મકવાણાને સન્માનપત્ર અને શિલ્ડ અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીની મહેનત તથા સિદ્ધિને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, આદર્શ જેવા તેજસ્વી વિદ્યાર્થીઓ સમાજ માટે પ્રેરણાસ્ત્રોત છે તેમણે વિદ્યાર્થીને ભવિષ્યમાં પણ શિક્ષણ ક્ષેત્રે સતત પ્રગતિ કરી વધુ ઊંચાઈઓ સર કરવાની શુભકામનાઓ પાઠવી હતીસમારોહ દરમિયાન સમાજના આગેવાનો, યુવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીનું ઉત્સાહભેર સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા