
સ્થાનિક ચૂંટણીનાં બાદ મનપાના પદાધિકારીઓની વરણી શરૂ કરી દેવામાં આવી છે. 26 મેના રોજ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, મોરબી, જામનગર, પોરબંદર, નડિયાદ, મહેસાણા એમ કુલ 8 મનપામાં પદાધિકારીઓની જાહેરાત કરી દેવાઈ હતી. જ્યારે આજે વડોદરા, સુરેન્દ્રનગર, ભાવનગર, આણંદ-કરમસદ અને રાજકોટના પદાધિકારીઓની જાહેરા થઈ ગઈ છે. વલસાડ-વાપી અને સુરત મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોના નામ જાહેર કરાશે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, જો કે સી.આર, પાટીલ અને હર્ષ સંઘવીના સુરતમાં બપોરના 12 વાગવા છતાં મેયર સહિતના પદાધિકારીઓના નામ નક્કી થઈ શક્યા નથી. હરિફ જૂથો વચ્ચે ભારે લોલિંબ ચાલી રહ્યું છે. રાજકોટ મહાનગર પાલિકામાં 76 દિવસ પદાધિકારીઓનું રાજ ચાલ્યા બાદ હવે પદાધિકારીઓનું શાસન આવ્યું છે.
આજે રાજકોટને 23માં મેયર, 35માં ડેપ્યુટી મેયર અને 35માં સ્ટેન્ડિંગ ચેરમેન મળ્યા છે. રાજકોટ મનપાના ઇતિહાસમાં પદાધિકારીઓની નિમણુંક માટે આટલું વિલંબ ક્યારેય નથી થયો. આ પ્રથમ વખત બનેલી ઘટનામાં રોજ બરોજ મેયર સહિતના પદ માટે નવા નવા નામો ચર્ચાતા રહ્યા હતા અને છેલ્લી ઘડી સુધી ચૂંટાયેલા સભ્યો દ્વારા એડી ચોટીનું જોર લગાવી લોબિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં ફરી ચીમનભાઈ શુકલા(પૂર્વ સાંસદ)ના પુત્ર નેહલ શુકલાએ બાજી મારી છે.
ભાજપ સમાચાર વિશ્લેષણ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ જાહેર
મેયર-રાકેશભાઈ રાઠોડ
ડેપ્યુટી મેયર-સ્મિતાબેન રાવલ
સ્ટે. ચેરમેન-નીખિલભાઈ ચાંપાનેરી
દંડક-સ્વાતિબેન માંડલિયા
શાસક પક્ષના નેતા પિન્ટુબેન અસાણીયા
ભાવનગર મનપાના નવા પદાધિકારીઓ જાહેર
મેયર : ઉષાબેન તલરેજા
વધુ શોધો
ભાજપ નેતા માહિતી
ગુજરાત સમાચાર પોર્ટલ
રાજકીય અભિયાન સેવા
ડેપ્યુટી મેયર: અશોક બારૈયા
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન: કિશન મહેતા
શાસક પક્ષના નેતા : લાલભા મનુભા વાળા
દંડક: રિંકુબેન માંગુકિયા
આણંદ-કરમસદ મનપાના પદાધિકારીઓના નામ જાહેર
આણંદ-કરમસદ મનપાના પ્રથમ મેયર પદે દિપીકાબેન પટેલની સર્વ સંમતિથી નિમણૂક કરવામાં આવી છે.
ડે. મેયરના પદે કમલેશ ડાભી, કારોબારી સમિતિના ચેરમેન તરીકે મયુર સુથાર
રાજકોટમાં મેયર સહિતના પદાધિકારીઓના નામ જાહેર
AAP સમાચાર વિશ્લેષણ
મેયર : નેહલ શુક્લ
સ્ટેન્ડિંગ ચેરમેન : પરેશ પીપળીયા
ડે.મેયર: દક્ષાબેન વસાણી
વાપી મનપાના મેયર પદે દક્ષાબેન પટેલ, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન પદે સતીશ પટેલ તથા ડેપ્યુટી મેયર પદે મિતેષ દેસાઈની નિયુક્તિ કરવામાં આવી છે.
રાજકોટમાં મેયર સહિતના પદાધિકારીઓના નામ જાહેર
મેયર : નેહલ શુક્લ
સ્ટેન્ડિંગ ચેરમેન : પરેશ પીપળીયા
ડે.મેયર: દક્ષાબેન વસાણી
નવસારીમાં નગરપાલિકાની નવી પદાધિકારીઓની જાહેરાત
મેયર: અશોક ધોરાજીયા
ડેપ્યુટી મેયર: કેયુરી દેસાઈ
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: મુકેશ અગ્રવાલ,
શાસક પક્ષના નેતા: નરેશ પુરોહિત
ચૂંટણી વ્યૂહરચના માર્ગદર્શન
દંડક: તરીકે રાકેશ પટેલ
ગાંધીધામ મહાનગર પાલિકામાં પદાધિકારીઓની નિમણૂંક
મેયર: દિવ્યા નાથાણી
ડેપ્યુટી મેયર: નવીન જરૂંની
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: તેજસ શેઠ
અમદાવાદ મહાનગર પાલિકાના પદાધિકારીએ
ડેપ્યુટી મેયર: અંજૂ શાહ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન: કમલેશભાઈ પટેલ
શાસક પક્ષના નેતા: જશુ ઠાકોર
દંડક: અતુલ મિશ્રા.

વડોદરા કોર્પોરેશનના નવા પદાધિકારીઓના નામ ભાજપે જાહેર કર્યા
વધુ શોધો
NEET કૌભાંડ તપાસ
Maps
સમાચાર સબ્સ્ક્રિપ્શન
મેયર – ગીતા મકવાણા
ડે. મેયર – આદિત્ય પટેલ
સ્ટે.ચેરમેન – વર્ષાબહેન વ્યાસ
દંડક – વિજય ચૌહાણ
શાસક પક્ષના નેતા – શ્વેતા માછી.