પ્રાંતિજ વ્હોરવાડમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાતા રહીશોમાં રોષ
-મામલતદારને આવેદનપત્ર પાઠવી સમસ્યાના તાત્કાલિક નિવારણની માંગ
-ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ વ્હોરવાડ વિસ્તારના રહીશોએ લાંબા સમયથી યથાવત રહેલી વીજ સમસ્યાને લઈ પ્રાંતિજના મામલતદાર સંજયભાઈ દેસાઈને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી રહીશોએ યુજીવીસીએલ પ્રાંતિજ દ્વારા વિસ્તારમાં વીજ લાઇન અને ડીપીનું પૂરતું મેન્ટેનન્સ ન કરવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો હતો

પ્રાંતિજ વ્હોરવાડ વિસ્તાર ના રહીશોએ દ્રારા અવરનવર વીજ ધાંધીયા ને લઈ ને પ્રાંતિજ તાલુકા સેવાસદન ખાતે જઇ ને પ્રાંતિજ મામલતદાર સંજયભાઈ દેશાઈ ને આવેદનપત્ર આપ્યુ હતુ જેમા અનેક સ્થળોએ ડીપી સ્ટ્રકચર જર્જરિત હાલતમાં છે તેમજ એલ.ટી. લાઇનના વાયરો લબરતા હોવાથી અકસ્માતની શક્યતાઓ વધી રહી છે ઉપરાંત ડીપીના કેટલાક બોક્સ પણ અસુરક્ષિત સ્થિતિમાં હોવાનું જણાવાયું છે હાલ ઉનાળાની ગરમી વચ્ચે દિવસ દરમિયાન ત્રણથી ચાર વખત વીજ પુરવઠો ખોરવાઈ જાય છે, જ્યારે રાત્રિના સમયે સતત ટ્રિપિંગની સમસ્યાથી સ્થાનિકો પરેશાન બની ગયા છે તો રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ વર્ષથી યુજીવીસીએલ કચેરીમાં વારંવાર મૌખિક અને રૂબરૂ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી વીજ પુરવઠાની અનિયમિતતાને કારણે ઘરગથ્થુ તેમજ વેપારી વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો મામલતદાર સંજયભાઈ દેસાઈને રજૂઆત કરતાં રહીશોએ યુજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક જાણ કરી સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી હતી સાથે જ ચેતવણી આપવામાં આવી હતી કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો વિસ્તારના રહીશો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરશે આંદોલનના કારણે સર્જાનારી પરિસ્થિતિ માટે યુજીવીસીએલ પ્રાંતિજ જવાબદાર રહેશે તેમ આવેદનપત્રમાં જણાવાયું છે ત્યારે હવે જોવુ એ રહ્યુ કે રહીશોની આ રજુઆત બાદ સ્થાનિક તંત્ર અને યુજીવીસીએલ દ્રારા પગલા લેવામા આવશે કે પછી હોતા હે ચલતા હે સ્થિતિ જોવા મળશે એતો હવે જોવુ રહ્યુ