fbpx

પ્રાંતિજ નગરપાલિકામાં રાજકીય ખળભળાટ

Spread the love

પ્રાંતિજ નગરપાલિકામાં રાજકીય ખળભળાટ
– ભાજપના કાઉન્સિલરોનું સામૂહિક રાજીનામું
– રાત્રે ૧૨ વાગે હિંમતનગર જિલ્લા મહામંત્રી ના ધરે જઇ રાજીનામુ ધર્યુ
– ૧૫ કોર્પોરેટરો ની સહિઓ સાથે રજુઆત કરી
– ૧૫ કોર્પોરેટરોના સામૂહિક રાજીનામાથી ખળભળાટ
– ભાજપ જિલ્લા સંગઠન દોડતુ થયુ

           
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકામાં રાજકીય ખળભળાટ મચાવતી ઘટનામાં ભાજપના ચૂંટાયેલા કાઉન્સિલરોએ નગરપાલિકાના પ્રમુખ અને તેમના પતિ સામે ગંભીર આક્ષેપો સાથે સામૂહિક રાજીનામું આપ્યાનું જાણવા મળ્યું છે


    પ્રાંતિજ ખાતે ભાજપ શાસિત પાલિકા મા રાજકીય ખળભળાટ જોવા મલ્યો છે અને કાઉન્સિલરોએ જિલ્લા ભાજપ પ્રમુખને સંબોધીને રજૂઆતમાં આરોપ મૂક્યો છે કે નગરપાલિકાના પ્રમુખ તથા તેમના પતિ દ્વારા ચૂંટાયેલા સભ્યો અને વિવિધ સમિતિઓના ચેરમેન સાથે અયોગ્ય વર્તન કરવામાં આવી રહ્યું છે ઉપરાંત નગરપાલિકાના વહીવટમાં હસ્તક્ષેપ, અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે નગરપાલિકાના વિકાસલક્ષી કાર્યોમાં નિયમોનું પાલન થતું નથી અને કેટલીક ખરીદી પ્રક્રિયાઓમાં કારોબારી સમિતિની મંજૂરી વગર ચુકવણાં કરવામાં આવ્યા હોવાના આક્ષેપો છે. કાઉન્સિલરોએ એવો પણ દાવો કર્યો છે કે પ્રમુખશ્રી નિયમિત રીતે નગરપાલિકામાં હાજર રહેતા નથી અને તેમના પતિ દ્વારા વહીવટી કામગીરીમાં સીધો હસ્તક્ષેપ કરવામાં આવે છે ભાજપના કાઉન્સિલરોએ જણાવ્યું છે કે આ મુદ્દે અગાઉ પણ જરૂરી પુરાવા સાથે પક્ષના જિલ્લા નેતૃત્વ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો ન થતા તેમણે નગરહિત અને પક્ષહિતને ધ્યાનમાં રાખીને સામૂહિક રાજીનામું આપવાનો નિર્ણય લીધો છેઆ મામલે નગરપાલિકાના પ્રમુખ અથવા તેમના પતિનો સત્તાવાર પ્રતિસાદ પ્રાપ્ત થઈ શક્યો નથી. તેમની તરફથી કોઈ સ્પષ્ટતા કે જવાબ મળે તો તેને પણ પ્રકાશિત કરવામાં આવશે પ્રાંતિજ નગરપાલિકાના આ ઘટનાક્રમે સ્થાનિક રાજકારણમાં ચર્ચા અને તણાવનું વાતાવરણ સર્જાયું છે. હવે પક્ષનું જિલ્લા નેતૃત્વ આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!