પ્રાંતિજ ગ્રીનલેમ ઇન્ડસ્ટ્રીઝ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
- વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્રીનલેમ ઇન્ડસ્ટ્રીઝ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના વડવાસા પાટિયા નજીક આવેલી Greenlam Industries Limited ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Gujarat Pollution Control Board (GPCB) હિંમતનગરના અધિકારીઓ તેમજ ગ્રીનલેમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજમેન્ટ અને સ્ટાફના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી વધારવા અને પ્રકૃતિ પ્રત્યેની સામાજિક જવાબદારી અંગે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે પર્યાવરણનું સંતુલન જાળવવા માટે વૃક્ષારોપણ અને તેનું જતન સમયની જરૂરિયાત છે ગ્રીનલેમ ઇન્ડસ્ટ્રીઝના સંચાલન દ્વારા પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા સામાજિક તથા પર્યાવરણલક્ષી કાર્યક્રમો યોજવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી કાર્યક્રમ અંતે તમામ ઉપસ્થિતોએ વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણના સંરક્ષણમાં પોતાનું યોગદાન આપવા સંકલ્પ લીધો હતોઆ વૃક્ષારોપણ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને તેમાં ગ્રીનલેમ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ તથા GPCB હિંમતનગરના અધિકારીઓની નોંધપાત્ર હાજરી રહી હતી



