fbpx

6 રૂમની મંજૂરી હતી 25 ચલાવાતા હતા, છત પરથી કૂદતા લોકો… દિલ્હીની હૃદયદ્રાવક ઘટનાના વીડિયો આવ્યા સામે

Spread the love

6 રૂમની મંજૂરી હતી 25 ચલાવાતા હતા, છત પરથી કૂદતા લોકો... દિલ્હીની હૃદયદ્રાવક ઘટનાના વીડિયો આવ્યા સામે

બુધવારે સવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં દુ:ખદ સમાચાર આવ્યા હતા. માલવિયા નગર વિસ્તારમાં એક રેસ્ટોરાં-કમ-હોટલમાં ભીષણ આગ લાગી ગઇ હતી, જેમાં 21 લોકોના જીવ ગયા. ફાયર બ્રિગેડની ટીમે આગ બુઝાવીને તમામ લોકોને બહાર કાઢ્યા હતા. રાષ્ટ્રીય રાજધાનીની 3 હોસ્પિટલોમાં 16 લોકો જિંદગી અને મોત વચ્ચે લડાઇ લડી રહ્યા છે.
આ દુ:ખદ ઘટનાના હૃદયદ્રાવક દૃશ્યો પણ સામે આવ્યા છે.

delhi1

લોકો પોતાનો જીવ બચાવવા માટે આગમાં લપેટાયેલી ઇમારતમાંથી કૂદતા જોવા મળ્યા. કેટલાક લોકોને ઇમારતના ભોંયરામાંથી પણ બચાવી લેવામાં આવ્યા હતા. ઇમારતનો ચેનલ ગેટ બંધ હોવાથી લોકો નીકળી શક્યા નહોતા. બાદમાં, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને શટર કાપીને અંદર ફસાયેલા લોકોને બચાવ્યા. એમ્બ્યુલન્સને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. બચાવાયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે દિલ્હીની 3 હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા.

એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વિદેશી નાગરિક સળગતી ઇમારતની છત પર ઊભો હતો અને ઇમારતમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ શકાય છે, અને આ ધુમાડા વચ્ચે વિદેશી નાગરિક પોતાની બેગને પીઠ પર સારી કરતો જોવા મળે છે. પોતાનો જીવ બચાવવા માટે છત પર ગયેલા આ વિદેશી નાગરિકનો એક વીડિયો હવે સામે આવ્યો છે.

delhi2

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 8:40 વાગ્યે આ રેસ્ટોરાં-કમ-હોટેલમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, અમે નીચે ગાદલા પાથર્યા, જેના પર કૂદીને લોકોએ પોતાના જીવ બચાવ્યા. પ્રત્યક્ષદર્શીઓએ એમ પણ જણાવ્યું હતું કે 3 નાઇજિરિયનોએ ત્રીજા માળેથી કૂદીનો પોતાનો જીવ બચાવ્યો. બાદમાં, ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને શટર કાપીને બચાવ કામગીરી શરૂ કરી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આમાંથી 20 લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હતા, જ્યારે એક વ્યક્તિએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. ઘટનાની જાણ થતા જ માલવીય નગરના ધારાસભ્ય સતીશ ઉપાધ્યાય, વિરોધ પક્ષ આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. માલવિયા નગરના ધારાસભ્ય સતીશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે રેસ્ટોરાં પાસે B&B લાઇસન્સ હતું, જેના કારણે મેક્સ હોસ્પિટલના લોકો પણ રેસ્ટોરાંમાં આવે છે, જેમાં કેટલાક વિદેશી નાગરિકો પણ સામેલ છે.

તેમણે જણાવ્યું હતું કે આ ઘટના 8:51 વાગ્યાની છે અને સ્થાનિક નાગરિકો, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. આજતકના અહેવાલ મુજબ જવાબમાં સતીશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે જે કોઈ પણ દોષિત હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ. અત્યારે અમારું કામ લોકોને બચાવવાનું છે. આ દુ:ખદ અકસ્માત બાદ, દિલ્હી સરકાર અને વહીવટીતંત્ર તપાસના ઘેરામાં આવી ગયું છે.

આ દરમિયાન, આ કેસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હોટેલને દિલ્હી સરકાર દ્વારા બેડ એન્ડ બ્રેકફાસ્ટ કોન્સેપ્ટ હેઠળ લાઇસન્સ આપવામાં આવ્યું હતું, જે ફક્ત 6 રૂમના સંચાલનની મંજૂરી હતી. જો કે, હોટેલમાં 25 રૂમ સંચાલિત કરવામાં આવી રહ્યા હતા. એટલું જ નહીં, કેટલાક રૂમ બેઝમેન્ટમાં પણ બનાવવામાં આવ્યા હતા, જેનાથી સલામતીના ધોરણો પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

Leave a Reply

error: Content is protected !!