પ્રાંતિજમાં એસટી બસના ડ્રાઇવર પર હુમલો, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં એસટી બસના ડ્રાઇવર પર હુમલો, સરકારી ફરજમાં અડચણ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતના ગંભીર ગુનાઓ હેઠળ ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે



પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ ૨૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ રાત્રે આશરે ૧:૦૦ વાગ્યે પ્રાંતિજ હાઇવે ત્રણ રસ્તા ઓવરબ્રિજ નીચે આ ઘટના બની હતી ફરિયાદી વીમર્મિયા યુસુફર્મિયા શેખ રહે. સંધાણા, તા. માતર, જી. ખેડા, જે એસટી બસના ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહ્યા હતા, તેમની બસ (નં. GJ-18-ZT-2694)ને મહિન્દ્રા XUV 3XO કાર નં. GJ-09-BN-7073ના ચાલકે કથિત રીતે રોંગ સાઇડ અનેબેદરકારીપૂર્વક હંકારી અથડાવી હતી ફરિયાદમાં જણાવ્યા મુજબ, કારમાં સવાર ચાર શખ્સોએ બસ ડ્રાઇવરને અપશબ્દો બોલી લાકડી વડે હુમલો કર્યો હતો તેમજ મારપીટ કરી હતી આ દરમિયાન બસના કંડક્ટર મનસ્વીબેન અને ચિરાગભાઈ સાથે પણ બોલાચાલી કરી સરકારી ફરજમાં અડચણ ઊભી કરી હતી ઉપરાંત ફરિયાદી અને સાક્ષીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે આ બનાવ અંગે પ્રાંતિજ પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૪ ની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ અને મોટર વ્હીકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે