fbpx

ઉજ્જૈનની 636 વર્ષ જૂની શાહી મસ્જિદના એક હિસ્સાને તોડી પાડવાના આદેશને લઈને મુસ્લિમો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

Spread the love

ઉજ્જૈનની 636 વર્ષ જૂની શાહી મસ્જિદના એક હિસ્સાને તોડી પાડવાના આદેશને લઈને મુસ્લિમો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

મહાકાલની નગરી ઉજ્જૈનમાં આવેલી શાહી મસ્જિદ હાલમાં ચર્ચાનો વિષય બની છે. અગાઉ, ‘ખડે હનુમાન મંદિર’નો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો. વાસ્તવમાં, ‘સિંહસ્થ 2028’ની તૈયારીઓના ભાગરૂપે ઉજ્જૈનમાં રસ્તા પહોળા કરવાનું કામ પ્રસ્તાવિત છે. ખડે હનુમાન મંદિર અને શાહી મસ્જિદ બંને તેની જડમાં આવી રહ્યા છે. હવે, વિરોધ પ્રદર્શન કરવા માટે મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં મસ્જિદની બહાર એકઠા થયા છે. AIMIMના પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ મસ્જિદ તોડવાના મુદ્દે પ્રતિક્રિયા આપી છે.

સિંહસ્થ 2028ની તૈયારીઓના ભાગરૂપે, ઉજ્જૈનના કાંથલ ચોકથી ગોપાલ મંદિર સુધીના રસ્તાને 15 મીટર પહોળો કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આશરે 900 મીટર લાંબા માર્ગ પર બાંધકામમાં અવરોધરૂપ બનતા 60 જેટલા ધાર્મિક માળખાઓમાંથી મોટાભાગનાને પહેલેથી જ હટાવી દેવામાં આવ્યા છે. જોકે, તાજેતરમાં શાહી મસ્જિદ અને ખડે હનુમાન મંદિર નજીક આવેલી મઝાર (ધાર્મિક સ્થળ)ને લઈને તણાવ અને વિરોધ જોવા મળ્યો હતો; અસરગ્રસ્ત હિસ્સાઓને હટાવવાની કામગીરી દરમિયાન ઉજ્જૈનમાં પથ્થરમારાની ઘટનાઓ બની હતી. ભીડને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.

અમલીકરણની કાર્યવાહીની શક્યતાને પગલે, સ્થળ પર JCB અને પોકલેન મશીનો સાથે લગભગ 2000 પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. વહીવટી હિલચાલ વધવાને કારણે, શનિવાર રાતથી જ મુસ્લિમ સમુદાયના લોકો શાહી મસ્જિદ સંકુલ અને નજીકના રસ્તાઓ પર એકઠા થવા લાગ્યા અને સૂત્રોચ્ચાર કરવા માંડ્યા. આ વિરોધ પ્રદર્શન રવિવાર રાત સુધી ચાલુ રહ્યું. તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, લોકોની અવરજવર રોકવા માટે કાંથલ-ગોપાલ મંદિર માર્ગ પર બેરિકેડ્સ મૂકવામાં આવ્યા હતા. સુરક્ષા માટે સમગ્ર વિસ્તારમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો અને ડ્રોન કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી.

Shahi Masjid

વિરોધ પ્રદર્શન કરનારાઓ અંગે અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, હું સલામ કરું છું લોકોને કે તેઓ ગાંધીવાદી રીતે વિરોધ કરી રહ્યા છું. ત્યારબાદ તેમણે સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, તમે આ રીતે મસ્જિદો તોડી ન શકો. મેં સંસદમાં કહ્યું હતું કે વક્ફ સુધારા અધિનિયમ દ્વારા કલેક્ટર અને સરકારને જે સત્તાઓ આપવામાં આવી રહી છે તેનો ઉદ્દેશ્ય મુસ્લિમો પાસેથી મસ્જિદો, દરગાહો, ખાનકાહોં અને ઈદગાહો છીનવી લેવાનો છે.

શનિવારે રાત્રે શાહી મસ્જિદની બહાર લોકોનું ટોળું એકઠું થવાનું શરૂ થયું હતું અને રવિવાર બપોર સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું હતું. મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં મસ્જિદની અંદર અને બહાર એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રએ સંભવિત હિંસાને રોકવા માટે વધારાના સુરક્ષા દળો તૈનાત કર્યા હતા. મસ્જિદની સામે બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હતા અને પોલીસ જવાનોની સાથે રેપિડ એક્શન ફોર્સ (RAF)ની ટુકડી તૈનાત કરવામાં આવી હતી; મસ્જિદ અને આસપાસના વિસ્તારમાં 600થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

શાહી મસ્જિદના ઈમામ મોહમ્મદ ઈબ્રાહિમે જણાવ્યું હતું કે, વહીવટીતંત્રને અમારો સંદેશ એ છે કે, ધાર્મિક સ્થળ છોડીને સમુદાય દરેક રીતે સહકાર આપવા તૈયાર છે. મસ્જિદનું માળખું એવું છે કે તેમાં સહેજ પણ છેડછાડ કરવાથી આખી ઈમારત ધરાશાયી થઈ શકે છે. અગાઉ પણ શહેરમાં રસ્તા પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તે દરમિયાન ધાર્મિક સ્થળોને યથાવત રાખવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો શાહી મસ્જિદનું નિર્માણ 1390માં થયું હતું અને તે શહેરના પ્રાચીન ધાર્મિક સ્થળોમાં સામેલ છે. ઈમામના જણાવ્યા અનુસાર, આ મસ્જિદ લગભગ 636 વર્ષ જૂની છે.

https://x.com/asadowaisi/status/2104221237019038002?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2104221237019038002%7Ctwgr%5E2218f019147fb8c68357dabf1c9c334535bfd7ec%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.khabarchhe.com%2Fnational%2Fujjain-muslims-sit-inside-historic-shahi-masjid-to-stop-demolition-amid-heavy-police-deployment%2Farticle-180009

વહીવટીતંત્ર પાસેથી મળેલી માહિતી મુજબ, સિંહસ્થ 2028 માટે ઉજ્જૈનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે તેવી અપેક્ષા છે. ગોપાલ મંદિરનો માર્ગ શહેરના સૌથી વ્યસ્ત અને સાંકડા રસ્તાઓમાંથી એક છે. સિંહસ્થ કાર્યક્રમ દરમિયાન વાહનવ્યવહારની સરળ અવરજવર સુનિશ્ચિત કરવા અને ભીડની સમસ્યા ઘટાડવા માટે કંઠાલથી ગોપાલ મંદિર સુધીના માર્ગને પહોળો કરવો આવશ્યક માનવામાં આવી રહ્યો છે.

Shahi Masjid

મુસ્લિમ સમુદાયે અગાઉ ઈન્દોર હાઈકોર્ટની સિંગલ બેન્ચમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે લગભગ 17 દિવસ પહેલા તે અરજી ફગાવી દીધી હતી. બીજી તરફ, વહીવટીતંત્ર ધાર્મિક સ્થળોને હટાવવા માટે વધુ સમય આપવાના પક્ષમાં નથી, કારણ કે સિંહસ્થની તૈયારીઓ માટે હવે ખૂબ ઓછો સમય બાકી છે. રવિવારની રાત્રે અથવા સોમવારની સવારથી ધાર્મિક માળખાઓને હટાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

Leave a Reply

error: Content is protected !!