fbpx

પ્રાંતિજ મહિલા મોરચા દ્વારા ગૌરીવ્રત નિમિત્તે ૫૦ દિકરીઓનું પૂજન

Spread the love

પ્રાંતિજ મહિલા મોરચા દ્વારા ગૌરીવ્રત નિમિત્તે ૫૦ દિકરીઓનું પૂજન
– ફળ અને વેફર્સના પેકેટનું વિતરણ
– નગરપાલિકા પ્રમુખ સહિત મહિલા મોરચા ની બહેનો ઉપસ્થિત રહી
           


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા ગૌરીવ્રતના પાવન અવસરે ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું  


પ્રાંતિજના ગણપતિ મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગૌરીવ્રત કરતી આશરે ૫૦ દિકરીઓનું વિધિવત્ પૂજન કરી તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા ભારતીય સંસ્કૃતિમાં ગૌરીવ્રતનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. આ પરંપરાને જાળવી રાખવાના ઉદ્દેશ્ય સાથે મહિલા મોરચા દ્વારા દિકરીઓના સન્માનરૂપે પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ દિકરીઓને ફળ તેમજ વેફર્સના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન દિકરીઓના સ્વસ્થ, સુખમય અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રસંગે મહિલા મોરચાની બહેનોએ જણાવ્યું હતું કે સમાજમાં દિકરીઓનું સન્માન અને સંસ્કારનું જતન કરવું એ સૌની જવાબદારી છે આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો દ્વારા દિકરીઓમાં સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન થાય છે અને સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચે છે આ કાર્યક્રમમાં  પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડ્યા  , નગરપાલિકા મહિલા  કોર્પોરેટર ગીતાબેન પટેલ  , પ્રાંતિજ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન દેસાઈ, મંત્રી રિદ્ધિબેન ભટ્ટ , સંગઠન મંત્રી કૈલાસબેન રાઠોડ , જિલ્લા સભ્ય જીજ્ઞાબેન સોની , કુપાબેન પટેલ , શ્રધ્ધા પટેલ સહિત મહિલા મોરચાના હોદ્દેદારો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામ કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્રિય સહયોગ આપ્યો હતો સમગ્ર કાર્યક્રમ ધાર્મિક ભાવના અને સેવાભાવના વાતાવરણમાં સંપન્ન થયો હતો

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!