fbpx

ચેન્જિંગ રૂમમાં એક હોલ, દુકાનદારે આઇફોનથી વીડિયો બનાવ્યો…, ફોનમાં ઘણી મહિલાઓની ક્લિપ્સ મળી

Spread the love

ચેન્જિંગ રૂમમાં એક હોલ, દુકાનદારે આઇફોનથી વીડિયો બનાવ્યો..., ફોનમાં ઘણી મહિલાઓની ક્લિપ્સ મળી

રાજસ્થાનના ઝુંઝુનુંના ચિડાવા શહેરમાં એક શરમજનક ઘટના બહાર આવી છે, જેણે સમગ્ર બજાર અને સ્થાનિક રહેવાસીઓને હચમચાવી દીધા. આ ઘટના મેઇન માર્કેટ રોડ પર એક કોમ્પ્લેક્સ નજીક એક રેડીમેડ કપડાની દુકાનમાં બની. આ દુકાનમાં બનેલા ચેન્જિંગ રૂમમાં મહિલા ગ્રાહકોના છુપી રીતે વીડિયો બનાવવામાં આવી રહ્યા હતા. આ વાતનો ખુલાસો થતાં જ, વિસ્તારમાં હોબાળો મચી ગયો અને વિરોધ પ્રદર્શન માટે લોકો ભેગા થઇ ગયા.

Jhunjhunu-Showroom-Accused

હકીકતમાં, આ આખી ઘટના ચિડાવા શહેરના મેઇન માર્કેટ રોડ પર એક કોમ્પ્લેક્સ નજીક એક રેડીમેડ કપડાની દુકાનમાં બની. શનિવારે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ એક મહિલા તેના પતિ અને બાળકો સાથે કપડાં ખરીદવા માટે ચિડાવા આવી હતી. તેણે ઝમઝમ કલેક્શન નામની દુકાનમાં ગઈ અને કપડાં પસંદ કર્યા.

ત્યારપછી મહિલા દુકાનમાં બનેલા ચેન્જિંગ રૂમમાં કપડાં ચેન્જ કરવા ગઈ. આ દરમિયાન, સેલ્સમેન તરીકે હાજર શાહરુખ મણિયાર નામના યુવકે ચેન્જિંગ રૂમની છતમાં એક કાણા દ્વારા મહિલાનો વીડિયો બનાવી લીધો. જ્યારે મહિલાને આ વાતની ખબર પડી, ત્યારે તેણે તેના પતિને આ વાત કહી.

મહિલાનો પતિ તપાસ કરવા ગયો અને શાહરૂખને તેના આઇફોન પર રેકોર્ડ કરેલો વીડિયો જોતા જોઈ ગયો. તેણે મોબાઇલ છીનવી લીધો અને પોલીસને જાણ કરી. માહિતી મળતાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કરી.

Jhunjhunu-Police1

પોલીસનું કહેવું છે કે શાહરૂખના આઇફોન પર મહિલાઓના અનેક વાંધાજનક ફોટા અને વીડિયો મળી આવ્યા છે. આમાં 10 ફોટા અને 3 વીડિયોનો સમાવેશ થાય છે. આ બધા વીડિયો અને ફોટા છેલ્લા 3 દિવસમાં બનાવવામાં આવ્યા હતા. પોલીસે મોબાઇલ જપ્ત કર્યો છે અને તપાસ સ્ટેશન ઓફિસરને સોંપવામાં આવી છે.

દુકાન માલિક અને અન્ય કર્મચારીઓએ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. દુકાનદાર પર સમગ્ર ઘટનાને છુપાવવાનો અને લગભગ અડધા કલાક સુધી આખો મામલો છુપાવી દેવાનો અને સમાધાન કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. ત્યાં સુધી કે તેણે પીડિત પરિવારને પૈસાની લાલચ આપીને મામલો શાંત કરવાની કોશિશ કરી અને તેમને બદનામ થશે નો ડર બતાવીને દબાણ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

Jhunjhunu-Showroom3

આ ઘટનાની જાણકારી જેવી બજારમાં ફેલાઈ ગઈ, સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જોત જોતામાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઇ ગયા અને દુકાન સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરીને મેઇન માર્કેટ રોડ પર થોડા સમય માટે ધરણા પણ કર્યા હતા.

પરિસ્થિતિ વધુ વણસવાની શક્યતાને જોતા પોલીસે તાત્કાલિક વધુ પોલીસ દળ બોલાવી હતી. પિલાની, સુલતાના, સૂરજગઢ અને મંડ્રેલા પોલીસ સ્ટેશનની પોલીસને ઘટનાસ્થળે મોકલવામાં આવી. ત્યારપછી દુકાનની બહાર સુરક્ષા કડક કરવામાં આવી અને પરિસ્થિતિને કાબુમાં લેવામાં આવી. ત્યાર પછી, પોલીસે ભીડને શાંત કરવા અને ધરણા સમાપ્ત કરવા માટે સમજાવ્યા.

પોલીસનું કહેવું છે કે, આરોપીના મોબાઇલ ફોનની ટેકનિકલ અને ફોરેન્સિક તપાસ કરવામાં આવશે જેથી નક્કી કરી શકાય કે વીડિયો કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવ્યા હતા કે અન્ય વ્યક્તિને મોકલવામાં આવ્યા હતા. તેઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે, આરોપીએ અગાઉ આવી કોઈ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે કે નહીં.

Jhunjhunu-Showroom

આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં આક્રોશ અને ચિંતા બંને ફેલાઈ છે. સ્થાનિક સંગઠનોએ આ ઘટનાની સખત નિંદા કરી છે અને આરોપી અને તેની સાથે સંકળાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેઓ એવો પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે, દુકાનમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ આટલા લાંબા સમય સુધી કેવી રીતે ચાલુ રહી.

આ બાબતને ગંભીર ગણીને, સંગઠનોએ આગામી કાર્યવાહી નક્કી કરવા માટે બેઠક બોલાવી છે. લોકો એમ પણ કહે છે કે, આરોપીએ આ વીડિયો કોઈને મોકલ્યા છે કે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે કે નહીં તે નક્કી કરવા માટે તપાસ થવી જોઈએ. હાલમાં, પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને દુકાન સીલ કરી દીધી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તપાસ ઝડપથી આગળ વધી રહી છે.

Leave a Reply

error: Content is protected !!