
ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાં એક અનોખા સંબંધની કહાની સામે આવી છે, જેની સોશિયલ મીડિયાથી લઈને સ્થાનિક સ્તર સુધી દરેક જગ્યાએ ચર્ચા શરૂ થઈ ગઈ છે. એવું કહેવાય છે કે અકબરપુર વિસ્તારમાં એક મહિલા અને તેના જમાઈએ કોર્ટ મેરેજ કર્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ લોકો વચ્ચે જાત-જાતની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
અહેવાલો અનુસાર, મહિલા અને તેના જમાઈએ પરસ્પર સંમતિથી લગ્ન કરી લીધા છે. લગ્ન પછીનો દંપતીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, તેઓ તેમના નિર્ણયને યોગ્ય ગણાવતા લોકોને તેમના નવા સંબંધને સ્વીકારવા અને આશીર્વાદ આપવા અપીલ કરે છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ આ આ બાબત ચર્ચાનો મુખ્ય વિષય બની ગઇ છે. વીડિયોમાં બંને ખૂબ સહજ દેખાય છે અને તેમના નિર્ણય પર અડગ રહે છે. જો કે, વાયરલ વીડિયોની સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી નથી.

સ્થાનિક લોકો વચ્ચે ચર્ચા છે કે મહિલા અને તેનો જમાઈ લાંબા સમયથી ગાઢ સંબંધમાં હતા. જોકે આ દાવાની સત્તાવાર રીતે પુષ્ટી થઇ નથી. હાલમાં, સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ અને સ્થાનિક સ્તરે સામે આવી રહેલી જાણકારીઓના આધાર પર જ આ મામલાને જોવામાં આવી રહ્યો છે.
એવું કહેવાય છે કે બંનેના સંબંધના સમાચાર સામે આવતા પરિવારના સભ્યો અને પડોશીઓ હેરાન છે. પરંપરાગત સામાજિક ધોરણોને ધ્યાનમાં રાખીને, આ સંબંધ પર મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો તેને વ્યક્તિગત પસંદગીનો મામલો માને છે, જ્યારે અન્ય લોકો સંબંધ પર સવાલ ઉઠાવે છે. મોટી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ઘટના પર પોત-પોતાના મંતવ્યો પણ વ્યક્ત કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં બંને કેમેરા સામે પોતાના સંબંધને સ્વીકારતા જોવા મળી છે. સાથે જ તેઓ લોકોને પોતાના નિર્ણયનું સન્માન કરવા અને તેમને શુભેચ્છા પાઠવવાની વાત પણ કહી રહ્યા છે.

વાયરલ વીડિયોને કારણે આ મામલો સ્થાનિક સ્તર સુધી મર્યાદિત રહ્યો નથી પરંતુ રાજ્યના અન્ય ભાગોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ સતત વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. જોકે, લગ્ન ક્યારે અને ક્યાં થયા તે સ્પષ્ટ નથી. સાથે જ, કોર્ટ મેરેજ સંબંધિત દસ્તાવેજો અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
હાલમાં, આ સમગ્ર મામલે કોઈ પ્રકારની કાનૂની ફરિયાદ કે પોલીસ કાર્યવાહી અંગે કોઈ માહિતી નથી. સ્થાનિક વહીવટીતંત્ર કે પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. પરિણામે, વાયરલ વીડિયો અને સ્થાનિક ચર્ચાઓને કારણે આ મુદ્દો ચર્ચામાં છે. જ્યાં સુધી સંબંધિત પક્ષો કે વહીવટીતંત્ર દ્વારા સત્તાવાર માહિતી જાહેર ન થાય ત્યાં સુધી, ઘણા દાવાઓની સ્વતંત્ર ચકાસણી થવાની બાકી છે. તેમ છતાં, અકબરપુર વિસ્તારની આ ઘટના લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. સોશિયલ મીડિયા પર આ સંબંધ અંગે ચર્ચાઓ અને પ્રતિક્રિયાઓનો પ્રવાહ અવિરતપણે ચાલુ છે.