fbpx

મધ્યપ્રદેશમાં સુરક્ષા ગાર્ડ દર્દીઓનો ઇલાજ કરતો જોવા મળ્યો!

Spread the love

મધ્યપ્રદેશમાં સુરક્ષા ગાર્ડ દર્દીઓનો ઇલાજ કરતો જોવા મળ્યો!

મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં ચિતરંગી કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં મળતી બેજવાબદાર આરોગ્ય સેવાઓનો પર્દાફાશ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, એક સુરક્ષા ગાર્ડ દર્દીઓને ડ્રિપ્સ આપતો જોવા મળે છે. આ ઘટનાથી આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે, અને તપાસ શરૂ કરવામાં આવી છે.

સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે, ચિતરંગી હોસ્પિટલની વ્યવસ્થા ઘણા લાંબા સમયથી ખરાબ થઈ ગઈ છે. તેમનું કહેવું છે કે ડોકટરો અને તાલીમ પામેલા આરોગ્ય કર્મચારીઓની ગેરહાજરીને કારણે, દર્દીઓની સારવારની જવાબદારી ઘણીવાર ગાર્ડ અને વોર્ડ બોય જેવા સ્ટાફ પર છોડી દેવામાં આવે છે. લોકોનો દાવો છે કે આવી ઘટનાઓ પહેલીવાર બની નથી. દર્દીઓને ઇન્જેક્શન અને ડ્રિપ્સ આપતા વોર્ડ બોયના અગાઉના વીડિયો વાયરલ થયા છે.

Security-Guard-IV-Drips1

સ્થાનિક રહેવાસી રાકેશે જણાવ્યું હતું કે ડોકટરો અને જવાબદાર સ્ટાફ ઘણીવાર ફરજ પરથી ગેરહાજર રહે છે, જેના કારણે દર્દીઓને અસુવિધા થાય છે. વાયરલ વીડિયોએ ફરી એકવાર હોસ્પિટલની કામગીરી અને આરોગ્ય સેવાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જ્યારે સુરક્ષા ગાર્ડ દર્દીને ડ્રિપ આપી રહ્યો હતો ત્યારે ફરજ પરના ડોકટરો અને નર્સિંગ સ્ટાફ ક્યાં હતા? લોકો કહે છે કે જો તાલીમ પામેલા તબીબી કર્મચારીઓને બદલે અન્ય સ્ટાફ સારવારનું કામ કરે તો તે દર્દીનો જીવ જોખમમાં મુકાવાની શક્યતા છે.

Security-Guard-IV-Drips3

આ બાબત પર પ્રતિક્રિયા આપતા, સિંગરૌલીના મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી (CMHO), પુષ્પરાજ સિંહે જણાવ્યું હતું કે, વાયરલ વીડિયો તેમના ધ્યાનમાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ચિતરંગી બ્લોક મેડિકલ ઓફિસરને એક પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં સમગ્ર ઘટનાનો અહેવાલ માંગવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઘટના સમયે નર્સિંગ સ્ટાફ ક્યાં હતો તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. સુરક્ષા ગાર્ડ પૂરા પાડતી સંસ્થાને પણ નોટિસ મોકલી આપવામાં આવી છે.

Security-Guard-IV-Drips

આરોગ્ય વિભાગ કહે છે કે તપાસ અહેવાલ મળ્યા પછી જવાબદારો સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. અહીં તમને બતાવી દઈએ કે, વીડિયો વાયરલ થયા પછી સ્થાનિક લોકો,આ ભારે રોષ ફેલાયો છે. તેઓ કહે છે કે સારવાર ગાર્ડ દ્વારા આપવામાં આવી રહી છે, અને જો કંઈક આમ તેમ થઇ ગયું તો તેનો જવાબ કોણ આપશે?

Leave a Reply

error: Content is protected !!