fbpx

એક એવો મુદ્દો જેના માટે તેલંગાણાના CM રેડ્ડીએ PM મોદીની મદદ માંગી

Spread the love

એક એવો મુદ્દો જેના માટે તેલંગાણાના CM રેડ્ડીએ PM મોદીની મદદ માંગી

તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ ગુરુવારે PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને રાજ્યને લગતા અનેક પડતર વિકાસ પ્રોજેક્ટ્સ અને માળખાગત સુવિધાઓના મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે ગોદાવરી નદીના પાણીનો ઉપયોગ, હૈદરાબાદ મેટ્રો વિસ્તરણ, પ્રાદેશિક રિંગ રોડ, વારંગલ એરપોર્ટ અને IIMની સ્થાપના સહિત અનેક મુખ્ય દરખાસ્તો પર કેન્દ્ર સરકાર પાસે સહકારની માંગણી કરી. CM રેવંત રેડ્ડીએ PM મોદીને, ગોદાવરી નદીના પાણીના ઉપયોગ અંગે તેલંગાણા અને મહારાષ્ટ્ર વચ્ચે વાતચીતનો કોઈ રસ્તો નીકાળવા માટે વિનંતી કરી.

CM Revanth Reddy

CM રેવંત રેડ્ડીએ જણાવ્યું કે, ગોદાવરીનું પાણી રાજ્યની સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે મહત્વપૂર્ણ છે, અને ભવિષ્યની જરૂરિયાતો માટે આ મુદ્દાનો ઝડપી ઉકેલ જરૂરી છે. તેમણે હૈદરાબાદ મેટ્રો રેલના બીજા તબક્કા માટે મંજૂરીની પણ માંગ કરી. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે 122.9 કિલોમીટરના નેટવર્કને વિસ્તૃત કરવા માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ રજૂ કરી દીધો છે. અંદાજે રૂ. 38,595 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ 7 કોરિડોરમાં વિકસાવવાનો છે. CM રેવંત રેડ્ડીએ વિનંતી કરી કે આ પ્રોજેક્ટને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સંયુક્ત રીતે મંજૂરી આપવામાં આવે.

બેઠક દરમિયાન, CM રેવંત રેડ્ડીએ PM મોદીને હૈદરાબાદ રિજનલ રિંગ રોડ (RRR) પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ વિશે પણ માહિતી આપી. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે ઉત્તરીય વિભાગ માટે જમીન સંપાદન ખર્ચના 50 ટકા ખર્ચ ઉઠાવવા સંમતિ આપી છે અને આ હેતુ માટે રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ (NHAI)ને રૂ. 626 કરોડ ફાળવવામાં આવ્યા છે. CM રેવંત રેડ્ડીએ જણાવ્યું કે, ઉત્તરીય વિભાગમાં 90 ટકાથી વધુ જમીન સંપાદન પૂર્ણ થઈ ગયું છે. તેમણે દક્ષિણ કોરિડોરને પણ એટલું જ મહત્વપૂર્ણ ગણાવતા કહ્યું કે, ચૌટુપ્પલથી સંગારેડ્ડી સુધીના પ્રસ્તાવિત માર્ગ પૂર્ણ થવાથી હૈદરાબાદની આસપાસની પરિવહન વ્યવસ્થા ઘણી સારી રીતે મજબૂત થશે. તેમણે બંને કોરિડોરને વહેલી મંજૂરી આપવા અને કામ ઝડપી બનાવવા વિનંતી કરી.

CM Revanth Reddy

CM રેવંત રેડ્ડીએ PM મોદીનું ધ્યાન હૈદરાબાદ-અમરાવતી-બંદર પોર્ટ એક્સપ્રેસવે પ્રોજેક્ટ તરફ પણ દોર્યું, જે હાલમાં કેન્દ્રની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. પ્રસ્તાવિત 12-લેન એક્સપ્રેસવે હૈદરાબાદને અમરાવતી થઈને બંદર સાથે જોડશે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ તેલંગાણા માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ રહેશે, જે તેલંગાણાના દરિયાકાંઠે સ્થિત છે. તે રાજ્યને સીધો બંદર જોડાણ પૂરો પાડશે અને ફાર્માસ્યુટિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને ફૂડ પ્રોસેસિંગ જેવા ઉદ્યોગોમાંથી નિકાસને ખુબ મોટો ફાયદો પહોંચાડશે.

CM રેવંત રેડ્ડીએ વારંગલ એરપોર્ટ પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારવા માટે પણ વિનંતી કરી. તેમણે જણાવ્યું હતું કે, એરપોર્ટ માટે જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, અને જમીન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ને સોંપવામાં આવી છે. CM રેવંત રેડ્ડીએ જણાવ્યું હતું કે, એરપોર્ટનું નિર્માણ ઉત્તર તેલંગાણામાં ઔદ્યોગિક, શૈક્ષણિક અને પર્યટન ક્ષેત્રોને નવી ગતિ આપશે અને પ્રાદેશિક વિકાસને વેગ આપશે. રાજ્ય સરકારને આશા છે કે કેન્દ્ર સરકાર આ દરખાસ્તો પર સકારાત્મક નિર્ણય લેશે અને માળખાગત સુવિધાઓ અને આર્થિક વિકાસ પહેલને આગળ વધારશે.

CM Revanth Reddy-PM Modi

બેઠક દરમિયાન, CM રેવંત રેડ્ડીએ હૈદરાબાદમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) સ્થાપવાની માંગ પણ ઉઠાવી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ હેતુ માટે 200 એકર જમીન પૂરી પાડવા પણ તૈયાર છે. CM રેવંત રેડ્ડીએ PM મોદીને માહિતી આપી હતી કે, તેલંગાણા પહેલાથી જ IIT, IIIT, NALSAR અને TIFR જેવી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સંસ્થાઓનું કેન્દ્ર છે. આવી સ્થિતિમાં, IIMની સ્થાપના માત્ર ઉચ્ચ શિક્ષણને નવી દિશા જ નહીં આપે, પરંતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં પણ મદદ કરશે. તેલંગાણામાં મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સને વેગ આપવા માટે CM રેવંત રેડ્ડીની આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Leave a Reply

error: Content is protected !!