fbpx

ઇન્ફ્લુએન્સર બંજી જમ્પિંગ કરતી વખતે ખાઈમાં પડી, જીવ ગુમાવ્યો, ટ્રેનર દોરડું બાંધવાનું ભૂલી ગયો!

Spread the love

ઇન્ફ્લુએન્સર બંજી જમ્પિંગ કરતી વખતે ખાઈમાં પડી, જીવ ગુમાવ્યો, ટ્રેનર દોરડું બાંધવાનું ભૂલી ગયો!

બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યમાં એક સાહસિક રમતગમત કાર્યક્રમ દરમિયાન એક મોટી બેદરકારીએ એક યુવતીનો જીવ લીધો. બંજી જમ્પ દરમિયાન સલામતી માટે લગાવવામાં આવતું દોરડું યોગ્ય રીતે ન બાંધવાને કારણે 21 વર્ષીય યુવતી ઊંચાઈ પરથી પડી ગઈ અને તેનું મોત નીપજ્યું. પોલીસ જવાબદારોની ભૂમિકાની તપાસ કરી રહી છે. મીડિયા અહેવાલો અને સ્થાનિક અધિકારીઓ અનુસાર, 21 વર્ષીય મારિયા એડ્યુઆર્ડા રોડ્રિગ્સ ડી ફ્રીટાસનું બ્રાઝિલના લિમેરા શહેરમાં મૃત્યુ થયું.

Brazilian-Woman-Dead1

એક લોકપ્રિય સાહસિક સ્થળ પર બંજી જમ્પ કરવાનો પ્રયાસ કરતી વખતે આ અકસ્માત થયો હતો. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, જમ્પ મારતા પહેલા સલામતી સાધનો યોગ્ય રીતે સુરક્ષિત ન હતા. એવું કહેવાય છે કે યુવતીને પ્લેટફોર્મ પરથી નીચે છોડવામાં આવી હતી, પરંતુ સલામતી દોરડું બાંધવામાં આવ્યું ન હતું. પરિણામે, તે લગભગ 40 મીટરની ઊંચાઈથી પડી ગઈ. બચાવ કાર્યકરો અને ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યા અને તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

મારિયાએ તાજેતરમાં જ શારીરિક શિક્ષણ અને રમતગમત સબંધિત પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તે સોશિયલ મીડિયા પર ફિટનેસ, પ્રકૃતિ અને રોજિંદા જીવન સંબંધિત પોસ્ટ્સ શેર કરી હતી. અકસ્માતના થોડા સમય પહેલા, તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક રમૂજી સંદેશ શેર કર્યો હતો. જોકે, તેના મૃત્યુ પછી, તેની પ્રોફાઇલ ઉપલબ્ધ થઈ ન હતી.

Brazilian-Woman-Dead3

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં, યુવતીને ટીમના સભ્યો દ્વારા જમ્પિંગ પ્લેટફોર્મ પર લઈ જવામાં આવતી જોઈ શકાય છે. જેવો તેને ઉપરથી કૂદકો મરાવવામાં આવ્યો, ત્યાં હાજર કેટલાક લોકો બૂમો પાડતા સાંભળી શકાય છે કે સલામતી માટેનું દોરડું બાંધેલું નથી. પોલીસનું કહેવું છે કે, પ્રારંભિક તપાસમાં સલામતી પ્રોટોકોલના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ઘટના પછી, ઘટનાસ્થળે હાજર લોકોએ પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું.

અહેવાલો અનુસાર, યુવતીનો મંગેતર પણ ઘટનાસ્થળે પહોંચ્યા પછી બીમાર પડી ગયો હતો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બ્રાઝિલિયન લશ્કરી પોલીસે જણાવ્યું હતું કે, ઘટના પછી કેટલાક લોકો ઘટનાસ્થળેથી ચાલ્યા ગયા હતા, પરંતુ ત્યાર પછી સર્ચ ઓપરેશન દરમિયાન તેને શોધવામાં આવી હતી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ઘટનાના સંદર્ભમાં ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Brazilian-Woman-Dead2

આ કેસ લીમેરા પોલીસ વિભાગને સોંપવામાં આવ્યો છે. તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે કે, સલામતી સાધનો માટે કોણ જવાબદાર હતું અને સાહસિક પ્રવૃત્તિ દરમિયાન નિર્ધારિત સલામતી નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ.

Leave a Reply

error: Content is protected !!