fbpx

‘જો અહીં બેઠેલા 50 લોકો પણ મને કહેશે તો હું ધારાસભ્યપદેથી રાજીનામું આપી દઈશ…’ આવું કેમ બોલ્યા ભાજપના ધારાસભ્ય બગા બારડ

Spread the love

'જો અહીં બેઠેલા 50 લોકો પણ મને કહેશે તો હું ધારાસભ્યપદેથી રાજીનામું આપી દઈશ...' આવું કેમ બોલ્યા ભાજપના ધારાસભ્ય બગા બારડ

ગીર સોમનાથ જિલ્લાના બાદલપરામાં એક જાહેર સમારોહમાં તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગા બારડે જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો. ભાજપની આંતરિક જૂથબંધી સામે અસંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘જો અહીં બેઠેલાં લોકો મને કહેશે તો, હું અત્યારે જ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દઈશ.’ ટૂંકમાં ધારાસભ્યનો દબાયેલો અસંતોષ જાહેરમાં ફાટી નીકળ્યો હતો. તેમણે નામ લીધા વિના ભાજપના ટોચના નેતૃત્વ અને વહીવટી તંત્ર સામે સીધો મોરચો માંડ્યો છે.

ન્યૂઝ18ના અહેવાલ મુજબ, ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામ ખાતે રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારના સન્માન સમારોહમાં ધારાસભ્ય ભગા બારડે સમર્થકોને જણાવ્યું હતું કે, ‘મારા કામ થવા દેવામાં આવતા નથી. બધા કામ અટકાવી દેવામાં આવે છે. હું મારી રીતે કામ કરવા ટેવલેયો છું. એ લોકો કહેશે એવી રીતે કામ નહીં થાય.’ તેમણે પોતાના સમર્થકોને કહ્યું હતું કે, ‘અહીંયા હાજર 50 ટકા લોકો પણ કહેશે તો હું રાજીનામું આપી દઈશ.’ આ નિવેદન સ્પષ્ટ કરે છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભગા બારડને હવે કેસરીયાથી મોહ ભંગ થઇ ગયો છે.

26

ભગા બારડે વધુમાં જણાવ્યું હતું કે, ‘2027ની વિધાનસભાની ચૂંટણી પંચાયતની ચૂંટણીમાં જ લડાઈ ગઈ છે. આ નિવેદન દર્શાવે છે કે સ્થાનિક સ્તરે ભાજપમાં જૂથબંધી સપાટીએ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, ભગા બારડ દ્વારા આયોજિત આ કાર્યકરોમાં જિલ્લા ભાજપના હોદેદારો ગેરહાજર રહ્યા હતા. સંસદ રાજેશ ચૂડાસમાની પણ ગેરહાજરી જોવા મળી હતી.

ભાજપ નેતૃત્વ સામે ભગા બારડે સવાલ ઉઠાવતા પ્રશ્નખડા થઈ રહ્યા કે, શું ભગા બારડને ભાજપમાંથી મોહ ભંગ થયો છે? જાહેર મંચ પર નામ લીધા વગર ભાજપ નેતૃત્વ સામે પ્રશ્ન ઉઠાવતા ભાજપ બેડામાં સોંપો પડી ગયો હતો. ધારાસભ્યના જાહેર નિવેદનને શિસ્તબદ્ધ પાર્ટીમાં પણ ભારે ચર્ચા જગાવી છે.

24

બારડ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે. પંચાયતની ચૂંટણી વખતે આહીર સમાજની જરૂર નથી એવું નિવદેન આપીને તેઓ વિવાદ આવ્યા હતા. વિવદ એટલો વકર્યો હતો કે, તેમના મત વિસ્તાર તલાલામાં આમ આદમી પાર્ટી મેદાન મારી ગઈ હતી. સોમનાથના મેળા પણ કલેક્ટર અને ભગા બારડને જાહેરમાં બોલાચાલી થઈ હતી. લોકસભાની ચૂંટણી વખતે પણ ભાજપને મત ન આપનાર ગામમાં ડિમોલિશન કરાવી વિવાદમાં આવ્યા હતા.

Leave a Reply

error: Content is protected !!