
સાઉથ ગુજરાત સોલાર એસોસેયિશન દ્વારા મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની નવી પોલીસીને કારણે સોલાર ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઇ રહ્યો છે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકાર 1 જૂન, 2026થી સોલાર ઉદ્યોગ માટે નવો અને વધુ કડક નિયમ અમલમાં મૂકી રહી છે. આ નિયમનો સીધો અસર સોલાર સિસ્ટમના ખર્ચ પર પડી શકે છે. કાર દ્વારા લાગુ થનારા નવા નિયમ મુજબ હવે ફક્ત સોલાર પેનલ્સ જ નહીં, પરંતુ પેનલ્સમાં વપરાતા સોલાર સેલ્સ પણ સરકારની મંજૂર યાદીમાં સામેલ હોવા જરૂરી બનશે. અત્યાર સુધી ALMM List-I હેઠળ માત્ર સોલાર પેનલ્સ માટે મંજૂરી જરૂરી હતી, પરંતુ હવે ALMM List-II હેઠળ સોલાર સેલ્સ માટે પણ સરકારી ધોરણો ફરજિયાત કરવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણયનો મુખ્ય હેતુ બજારમાં નીચી ગુણવત્તાવાળા વિદેશી અને ખાસ કરીને ચાઇનીઝ સોલાર પ્રોડક્ટ્સ પર નિયંત્રણ લાવવાનો છે. સાથે જ “મેક ઇન ઇન્ડિયા” અભિયાનને પ્રોત્સાહન આપીને સ્થાનિક ઉત્પાદકોને વધુ તક આપવા પર પણ સરકાર ભાર મૂકી રહી છે.
એસોસિયેશનનુ કહેવું છે કે,માત્ર દક્ષિણ ગુજરાત નહી, પરંતુ આખા દેશના સોલાર બિઝનેસ સાથે સંકળાયેલા લોકો મુશ્કેલીમાં છે. પ્રોજેક્ટ ઠપ્પ થઇ ગયા ચે. નિયમો ફરજિયાત થવાને કારણે પ્રોજેક્ટ ખર્ચમાં 25થી 30 ટકાનો વધારો થયો છે. સોલાર ઉદ્યોગ દ્વારા 8 મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.