fbpx

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં સુંદર પિચાઈનો વિરોધ, જાણો શું છે આખો મામલો?

Spread the love

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં સુંદર પિચાઈનો વિરોધ, જાણો શું છે આખો મામલો?

અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ગૂગલના CEO સુંદર પિચાઈને એ સમયે એક અજીબોગરીબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ તેમના નિર્ધારિત ભાષણ પહેલાં જ વોકઆઉટ કર્યું. આ વિદ્યાર્થીઓએ જોરદાર સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.

અહેવાલો અનુસાર, પિચાઈ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાષણ આપવાના હતા, પરંતુ આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. પેલેસ્ટાઇનના સમર્થનમાં વિદ્યાર્થીઓએ પિચાઇના ભાષણ દરમિયાન વોકઆઉટ કર્યું હતું; કેટલાક વિદ્યાર્થી પેલેસ્ટિનિયન ધ્વજ અને બેનરો લઈને સ્થળ છોડી ગયા, જ્યારે અન્યએ ‘ફ્રી પેલેસ્ટાઇન’ના નારા લગાવ્યા હતા.

sundar-pichai1

કહેવામાં આવી રહ્યું છે કે, વિરોધ કરનારા જૂથો ‘સ્ટુડન્ટ્સ ફોર જસ્ટિસ ઇન પેલેસ્ટાઇન’ અને ‘નો ટેક ફોર એર્થિડ’ હતા. તેમનો આરોપ છે કે ગૂગલ અને તેની પેરેન્ટ કંપની, આલ્ફાબેટ ઇન્ક એવી તકનીકી સેવાઓ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરે છે જેનો ઉપયોગ ઇઝરાયલી સરકારી એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે. પ્રદર્શનકારીઓ ઇઝરાયલ સાથે જોડાયેલા સંરક્ષણ કરારો અને અમેરિકન સરકારી એજન્સીઓ સાથે ગૂગલના કાર્યનો વિરોધ કરી રહ્યા હતા.

પ્રોજેક્ટ નિમ્બસનો વિરોધ શા માટે?

અનેક અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ પિચાઈના ભાષણ પહેલાં ગૂગલના ‘પ્રોજેક્ટ નિમ્બસ’નો વિરોધ કરવા માટે વોકઆઉટ કરી ગયા હતા. 1.2 અબજ ડોલરના મૂલ્યનો આ પ્રોજેક્ટ નિમ્બસમાં ક્લાઉડ કમ્પ્યુટિંગ અને AI ટેકનોલોજીનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્રોજેક્ટને ગુગલ અને એમેઝોન દ્વારા ઇઝરાયલી સરકાર માટે સંયુક્ત રીતે તૈયાર કર્યો છે. આ પહેલ હેઠળ, ગુગલ અને એમેઝોન ઇઝરાયલી સરકારને ક્લાઉડ કમ્પ્યુટિંગ, AI અને ડેટા સ્ટોરેજ સેવાઓ પૂરી પાડે છે.

sundar-pichai2

નોંધનીય છે કે સુંદર પિચાઈ 2015થી ગુગલનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેઓ પોતે પણ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. AI અંગે પિચાઈએ કહી ચૂક્યા છે કે આ ટેકનોલોજી ટેક ઉદ્યોગ માટે એક મોટું પરિવર્તન છે અને વર્તમાન પેઢીના સ્નાતકો ન ફક્ત તેને વિકાસિત કરશે, પરંતુ તેના પ્રભાવો સાથે જીવન પણ જીવશે.

Leave a Reply

error: Content is protected !!