fbpx

‘મદદ કરો સાહેબ!’ માતા અને પુત્રી કલેક્ટરના પગમાં પડી ગઇ; જનસુનાવણીમાં મચી ગયો હોબાળો

Spread the love

‘મદદ કરો સાહેબ!’ માતા અને પુત્રી કલેક્ટરના પગમાં પડી ગઇ; જનસુનાવણીમાં મચી ગયો હોબાળો

મધ્ય પ્રદેશના જબલપુરમાં કલેક્ટર કચેરીમાં જનસુનાવણી દરમિયાન એ સમયે હોબાળો મચી ગયો, જ્યારે એક મહિલા અને તેની પુત્રી ન્યાય માટે આજીજી કરતી કલેક્ટરના પગમાં પડી ગઇ. પીડિત મહિલા મહિનાઓથી પોતાની પુત્રી માટે સુરક્ષા માટે પોલીસ અધિકારીઓ પાસે દોડી રહી હતી, પરંતુ ન્યાય ન મળતા તેણે જનસુનાવણી દરમિયાન કલેક્ટર રાઘવેન્દ્ર સિંહના પગ પકડી લીધા. આ અચાનક બનેલી આ ઘટનાથી કલેક્ટરે પણ આશ્ચર્યચકિત કરી દીધી અને તેમણે તાત્કાલિક હાજર અધિકારીઓને પીડિત મહિલાની ફરિયાદ પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો.

ઉલ્લેખનીય છે ધમાપુર વિસ્તારની રહેવાસી પૂજા દુબે ઘણા મહિનાઓથી તેના પડોશના કેટલાક અસામાજિક તત્વોની હેરાનગતિથી પરેશાન છે. પૂજા દુબેનો આરોપ છે કે, પોડાશમાં રહેનારા કેટલાક છોકરાઓ છેલ્લા ઘણા દિવસોથી તેની પુત્રીને હેરાન કરી રહ્યા છે. તેઓ વારંવાર છેડતી કરે છે અને જો તે વિરોધ કરે તો તો તેનો જીવ લઇ લેવાની ધમકી આપે છે. તેની ફરિયાદ લઇને તે ઘણી વખત પોલીસ સ્ટેશન પહોંચી અને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની વાત કહી.

mother

પીડિત મહિલાનો આરોપ છે કે તેના ઘરની પાછળ ભગવતી બેન અને તેના પરિવારના સભ્યો, વારંવાર તેમની સાથે વિવાદ કરે છે, મારામારી કરે છે અને તેના પરિવારને ગાળો ભાંડીને પરેશાન કરી રહ્યા છે. તેની પુત્રીને છેડતી કરવામાં આવતી હોવા અંગે ફરિયાદ છતા પોલીસે કાર્યવાહી કરી રહી નથી. તેણે અગાઉ જનસુનાવણી દરમિયાન પોલીસ અધિક્ષકને પણ ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં; એટલે આજે તે, ​​કલેક્ટરની જનસુનાવણીમાં પોતાની ફરિયાદ લઇને પહોંચી છે.

mother2

મહિલાએ જણાવ્યું કે તે છેલ્લા 4 વર્ષથી આ પ્રકારની હેરાનગતિ સહન કરી રહી છે અને હવે વહીવટીતંત્ર પાસે જ ન્યાયની આશા છે. તેનું કહેવું હતું કે, જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો તેના પરિવાર પર મોટો હુમલો થઈ શકે છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા, કલેક્ટર રાઘવેન્દ્ર સિંહે સ્થળ પર જ મહિલા અને તેની પુત્રીની ફરિયાદો સાંભળી. તેમણે જિલ્લા પંચાયતના CEO સાથે કેસની વિગતોની સમીક્ષા કરી, તાત્કાલિક પોલીસ અધિક્ષકનો સંપર્ક કર્યો અને જરૂરી કાર્યવાહી માટે સૂચનાઓ આપી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને નિષ્પક્ષ તપાસ કરવા અને દોષિતો સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો.

Leave a Reply

error: Content is protected !!