fbpx

મોહરમ દરમિયાન હથિયાર પ્રદર્શન અને DJ પર પ્રતિબંધ, CM યોગીએ કહ્યું- માતમના દિવસે શક્તિ પ્રદર્શનની શું જરૂર

Spread the love

મોહરમ દરમિયાન હથિયાર પ્રદર્શન અને DJ પર પ્રતિબંધ, CM યોગીએ કહ્યું- માતમના દિવસે શક્તિ પ્રદર્શનની શું જરૂર

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગામી મહોરમ મનાવવા અંગે કડક નિર્દેશો જાહેર કર્યા છે. તેમણે જણાવ્યું કે આ શોકનો પ્રસંગ છે, શક્તિ પ્રદર્શનનો નહીં. મોહરમ દરમિયાન, હથિયારોના પ્રદર્શન, નવી પરંપરાઓની શરૂઆત અથવા કાન ફાડી નાખે તેવા DJ, ઢોલ-તાશોના અનિયંત્રિત ઉપયોગ માટે કોઈ પરવાનગી આપવામાં આવશે નહીં. તેમણે ચેતવણી આપી હતી કે શાંતિમાં ખલેલ પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અને આગામી તહેવારોની તૈયારીઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરતા મુખ્યમંત્રીએ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને SPને મોહરમ વ્યવસ્થા અંગે અગાઉથી સંવાદ સ્થાપિત કરવા અને કોઈપણ જિલ્લામાં કાયદો-વ્યવસ્થાને જોખમમાં મૂકતી કોઈ ઘટના ન બને તેની સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.

yogi1

ભૂતકાળની ઘટનાઓનો ઉલ્લેખ કરતા, મુખ્યમંત્રી યોગીએ નિર્દેશ આપ્યો હતો કે કાન ફાડી નાખે તેવા DJ, ઢોલ અને તાશોના અનિયંત્રિત ઉપયોગ પર અસરકારક નિયંત્રણ જાળવવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે મોહરમના જુલૂસ દરમિયાન હથિયારોનું પ્રદર્શન ન થવું જોઈએ. સાથે જ, કોઇપણ પ્રકારની દુર્ઘટનાથી બચવા માટે, તાઝિયાની ઊંચાઈ નિર્ધારિત ધોરણોમાં રાખવી જોઈએ.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે 10-12 ફૂટથી વધુ ઊંચા તાઝિયાની પરવાનગી ન આપવામાં આવે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દરેકની આસ્થાનું સન્માન કરવું જોઈએ, પરંતુ નવી પરંપરાઓનું નિર્માણ કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં. વિભાગીય કમિશનરો, ઝોનલ અફર પોલીસ મહાનિર્દેશક, પોલીસ મહાનિરીક્ષક, વરિષ્ઠ પોલીસ અધિક્ષક, પોલીસ અધિક્ષક સહિત વરિષ્ઠ સરકારી અધિકારીઓએ બેઠકમાં હાજરી આપી હતી.

yogi

ઇસ્લામિક કેલેન્ડરનો પાક મહિનો મોહરમ

મોહરમ ઇસ્લામિક કેલેન્ડરનો પહેલો અને પાક મહિનો છે, જે હજરત મુહમ્મદ ઇમામ હુસૈનની શહાદત સાથે સંકળાયેલ છે. તેને શોકના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે; આ દરમિયાન ખુશીઓ મનાવવામાં આવતી નથી. આ મહિનાના પહેલી દિવસથી ઇસ્લામિક નવા વર્ષની શરૂઆત થાય છે, જેને હિજરી તરીકે પણ ઓળખવામાં આવે છે. મોહરમ ઇસ્લામિક કેલેન્ડરના ચાર પવિત્ર મહિનાઓમાંનો એક છે અને શિયા સમુદાયના લોકો તેને માને છે.

Leave a Reply

error: Content is protected !!