fbpx

વિજ્ઞાન જાથાના જયંત પંડયાએ અંબાલાલ પટેલની આગાહીને બકવાસ ગણાવી, બોલ્યા- ‘લોકોએ તેમનાથી સાવધાન રહેવું જોઈએ…’

Spread the love

વિજ્ઞાન જાથાના જયંત પંડયાએ અંબાલાલ પટેલની આગાહીને બકવાસ ગણાવી, બોલ્યા- ‘લોકોએ તેમનાથી સાવધાન રહેવું જોઈએ...’

સામાન્ય રીતે હવામાન વિભાગ કેટલો વરસાદ પડશે, કેટલી ગરમી પડશે કે કેટલી ઠંડી પડશે તેને લઇને અંગેની આગાહી કરે છે. પરંતુ ગુજરાતનો એક વર્ગ અંબાલાલ પટેલની આગાહી પર પણ વિશ્વાસ કરતો હોય છે. ત્યારે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ તથા અન્ય આગાહીકારો અંગે ચોંકાવનારી વાતો કરી છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીને બકવાસ ગણાવી છે. અંબાલાલ કાકાની આગાહી ઉપર ભરોસો ન કરવાની વાત ચેરમેન જયંત પંડ્યાએ કરી છે.

jayant-pandya1

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, જયંત પંડ્યાએ કહ્યું છે કે, ‘અંબાલાલ બકવાસ કરે છે, દરેક વાતમાં પોતાનો પગ પસાર કરે છે. જણાવ્યું છે કે, ‘જૂનાગઢમાં આ વર્ષે 47 આગાહીકારો ભેગા થયા હતા. કોઈએ વનસ્પતિ તો કોઈએ સૂર્યપ્રકાશ તો કોઈ દિશા જોઈને, હોળીની જાળ, અખાત્રીજનો પવન આવી વિવિધ દેશી પદ્ધતિઓથી ચોમાસાના વરસાતા કર્યા હતા. તેમની પાસે વિજ્ઞાનના કોઈ સાધનો કે કોઈ ઉપકરણો નથી. તેમણે જાહેરાત કરી હતી કે, વરસાદ એક્ટિવ થઈ જશે, પરંતુ તેમાંથી કોઈની વાત સાચી પડી નથી. અત્યાર સુધી કોઈપણ આગાહીકારની વાત પ્રમાણે, ગુજરાતમાં વરસાદ થયો નથી. આ લોકો માત્ર પોતાની પ્રસિદ્ધિ માટે વરતારા કરતા હોય છે.’

jayant-pandya2

તેમણે જણાવ્યું હતું કે, ‘લોકોએ જાગવાની જરૂર છે. આ વરતારાની વાત સાંભળીને લોકોને નુકસાની થતી હોય છે તેવું અમે જોયું છે. વિજ્ઞાનજાથાવાળા સ્પષ્ટપણે માને છે કે, આવા વરતારા કરનારા કાયમી ધોરણે આવા વરતારા બંધ કરવા જોઈએ. અંબાલાલ પટેલ બકવાસ સિવાય કાંઈ નથી. દર વર્ષે એનું વાવાઝોડું ઊભુ જ હોય છે. એ જે બોલે છે તે લોકો સમજી શકતા નથી. તેની પાસે કોઈ સાધન નથી. આ વ્યક્તિથી લોકોએ સાવધાન રહેવું જોઈએ. અંબાલાલ પટેલ બેબુનિયાદ અને સૌથી બકવાસ આગાહી કરે છે. તેના પણ ભરોષો ન કરે તેવું વિજ્ઞાનજાથા લોકોને જણાવે છે.’

Leave a Reply

error: Content is protected !!