fbpx

ક્રૂડ ઓઇલ સસ્તું થયું છતા ભારતમાં અત્યારે નહીં ઘટે પેટ્રોલ-ડીઝલના ભાવ, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કારણ

Spread the love

ક્રૂડ ઓઇલ સસ્તું થયું છતા ભારતમાં અત્યારે નહીં ઘટે પેટ્રોલ-ડીઝલના ભાવ, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કારણ

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ની કિંમતોમાં ઘટાડો થવા છતાં ભારતમાં અત્યારે તરત જ પેટ્રોલ અને ડીઝલના ભાવ સસ્તા નહીં થાય. કેન્દ્રીય રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ ગુરુવારે આ અંગે સ્પષ્ટતા કરી છે. પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને પ્રવાસન રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું હતું કે, તેલની કિંમતો સાથે ઘણા પરિબળો જોડાયેલા હોય છે. આંતરરાષ્ટ્રીય બજારમાંથી સસ્તું તેલ ભારત સુધી પહોંચવામાં સમય લાગે છે.

સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, કેન્દ્રીય મંત્રીએ સ્વીકાર્યું હતું કે તાજેતરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે અને તેની સામે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે, તેમ છતાં ભારતમાં ઇંધણની કિંમતો તાત્કાલિક ધોરણે ઘટાડી શકાય તેમ નથી.

06

મંત્રી સુરેશ ગોપીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ પ્રક્રિયામાં સમય લાગશે, કારણ કે સસ્તું ક્રૂડ ઓઇલ ‘હોર્મુઝ સ્ટ્રેટ’  થઈને ભારત લાવવામાં આવશે. આ એવો દરિયાઈ માર્ગ છે જ્યાં જહાજોની અવરજવર (ટ્રાફિક) ખૂબ જ વધારે હોય છે. તેથી આપણે ત્યાંની સ્થિતિ સામાન્ય થવાની રાહ જોવી પડશે.

નોંધનીય છે કે, ઇરાન અને અમેરિકા વચ્ચે સમજૂતીની જાહેરાત બાદ વૈશ્વિક સ્તરે તેલનો પુરવઠો (Global Supply) સામાન્ય થવાની આશા વધી છે. આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 80 ડોલરની નીચે ગગડી ગઈ છે. આમ છતાં, લોજિસ્ટિક્સ અને ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે ભારતીય ગ્રાહકોને આ સસ્તા તેલનો લાભ મેળવવા માટે હજુ થોડી રાહ જોવી પડશે.

Leave a Reply

error: Content is protected !!