fbpx

પ્રાંતિજમાં મોહરમ નિમિત્તે તાજિયાના ભવ્ય જુલુસમાં હિન્દુ-મુસ્લિમ એકતાની ઝાંખી

Spread the love

પ્રાંતિજમાં મોહરમ નિમિત્તે તાજિયાના ભવ્ય જુલુસમાં હિન્દુ-મુસ્લિમ એકતાની ઝાંખી
પ્રાંતિજ માં મુસ્લિમ સંસ્કૃતિની બે નમૂના કલા-કારીગીરીની ઝાંખી કરાવતાં તાજીયા નું ભવ્ય ઝુલુસ નિકળ્યું

  • ધારાસભ્ય , પૂર્વ સાંસદ , રઇશભાઇ કસ્બાતી સહિત હિન્દુ-મુસ્લિમ સમાજ ના આગેવાન ઉપસ્થિત રહ્યા
  • પઠાણવાડા તથા બારકોટ તાજીયા કસ્બા કમિટી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
  • હિન્દુ મુસ્લીમ સહિત હજારો ની સંખ્યા લોકો જોડાયા


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મોહરમ પર્વ નિમિત્તે પઠાણવાડા અને બારકોટ તાજિયા કસ્બા કમિટીના સંયુક્ત આયોજન હેઠળ તાજિયાનો ભવ્ય જુલુસ નીકળ્યો હતો જુલુસમાં મુસ્લિમ સંસ્કૃતિની કલા-કારીગીરીથી સજ્જ આકર્ષક તાજિયાઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું હિન્દુ-મુસ્લિમ સહિત હજારોની સંખ્યામાં લોકો જુલુસમાં જોડાયા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં ધાર્મિક આસ્થા અને સામાજિક સૌહાર્દનું અનોખું વાતાવરણ સર્જાયું હતું


પઠાણવાડા અને બારકોટ વિસ્તારમાં તૈયાર કરાયેલા તાજિયાઓ પ્રાંતિજના મુખ્ય બજાર સહિત વિવિધ માર્ગો પરથી પસાર થઈ નિયત સ્થળે પહોંચ્યા હતા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહમ્મદ સાહેબના દોહિત્ર ઇમામ હુસૈન અને તેમના 72 સાથીદારોની કરબલાની શહાદતની યાદમાં દર વર્ષે મોહરમ નિમિત્તે તાજિયાના જુલુસનું આયોજન કરવામાં આવે છે જુલુસ દરમિયાન રફાઈના વિવિધ પરંપરાગત કરતબો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આસપાસના ગામડાઓમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો ખાસ જુલુસ નિહાળવા પ્રાંતિજ પહોંચ્યા હતાસમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રાંતિજ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પીઆઈ ડીઆર પઢેરીયાના માર્ગદર્શન હેઠળ સંવેદનશીલ વિસ્તારો અને જુલુસના માર્ગ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, રઈશભાઈ કસ્બાતી, તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પટેલ, ભુનેશભાઈ પરીખ, જયેશભાઈ સોલંકી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અરવિંદભાઈ પરમાર, નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, જીગ્નેશભાઈ પંડ્યા, નિરવભાઈ પરીખ તેમજ કોર્પોરેટરો મોહસિનભાઈ છાલોટીયા, રશીદભાઈ સુમરા, પિયુષભાઈ પટેલ, મહેશભાઈ મકવાણા, દર્શિલભાઈ દેસાઈ સહિત હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાપઠાણવાડા તથા બારકોટ તાજિયા કસ્બા કમિટીના સભ્યોએ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ આયોજન કરી ધાર્મિક સૌહાર્દ અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!