પ્રાંતિજમાં જાયન્ટ્સ ગ્રુપ ગોલ્ડ અને સહેલી દ્વારા જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ
- શિવ પેલેસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અનાથ અને આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને શૈક્ષણિક સહાય ચોપડા મળતા બાળકોના ચહેરા પર ખુશી છવાઈ
સાબરકાઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાકાર કરતાં પ્રાંતિજના શિવ પેલેસ ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ ગોલ્ડ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ ગોલ્ડ સહેલીના સંયુક્ત ઉપક્રમે જરૂરિયાતમંદ બાળકો માટે વિનામૂલ્યે ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ અનાથ, પિતાની છત્રછાયા ગુમાવેલા તેમજ આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું, જેથી તેમના અભ્યાસમાં કોઈ અડચણ ન આવે. ચોપડા મળતા બાળકોના ચહેરા પર ખુશી અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ ગોલ્ડના પ્રમુખ દર્શિલ દેસાઈ, મંત્રી હાર્દિક બ્રહ્મભટ્ટ, સભ્ય વિપુલભાઈ ભોઈ, હરેશભાઈ બારોટ અને સુરેશભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ ગોલ્ડ સહેલીના પ્રમુખ નેહાબેન પંચાલ, મંત્રી શ્રદ્ધાબેન પટેલ, યુ.ડી. હર્ષાબેન ભાવસાર તથા સ્પેશિયલ કમિટી મેમ્બર વ્રજેશભાઈ ભાવસાર પણ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આ ચોપડા વિતરણ કાર્યક્રમમાં મુખ્ય સહયોગ સ્વ. રમેશચંદ્ર ભાવસારના પવિત્ર સ્મરણાર્થે તેમના પરિવાર દ્વારા આપવામાં આવ્યો હતો. સંસ્થાના હોદ્દેદારોએ દાતા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ સેવાકીય પહેલથી અનેક જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહન મળ્યું છે સમગ્ર પંથકમાં જાયન્ટ્સ ગ્રુપ દ્વારા કરવામાં આવેલી આ સમાજોપયોગી કામગીરીની પ્રશંસા થઈ રહી છે
















