fbpx

‘હું 48 લાખ કમાઉ છું, તે 8 લાખ… છતા મારી ગર્લફ્રેન્ડ તેવર દેખાડે છે!’ માઈક્રોસોફ્ટના એન્જિનિયરનું છલકાયું દર્દ

Spread the love

‘હું 48 લાખ કમાઉ છું, તે 8 લાખ... છતા મારી ગર્લફ્રેન્ડ તેવર દેખાડે છે!’ માઈક્રોસોફ્ટના એન્જિનિયરનું છલકાયું દર્દ

કહેવામાં આવે છે કે પ્રેમમાં, અમીરી-ગરીબી કે પૈસાનું કોઈ મહત્ત્વ નથી હોતું; પરંતુ જ્યારે વ્યવહારિક જીવન અને લિવ-ઈન સંબંધોની વાત આવે છે, ત્યારે વાસ્તવિકતા ખૂબ જ અલગ કહાની બતાવે છે. માઈક્રોસોફ્ટ એન્જિનિયરનું દર્દ હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ગ્રેપવાઈન’ પર વાયરલ થઈ રહ્યું છે. આ ટેક એન્જિનિયરનો દાવો છે કે તેના અને તેની ગર્લફ્રેન્ડના પગારમાં જમીન-આકાશનો ફરક છે, જે હવે તેના ખુશાલ સંબંધને ધીમે-ધીમે ઊધઈની જેમ ખાઈ રહ્યો છે. પૈસાઓને કારણે રોજ ઝઘડાઓએ તેમના પ્રેમને ખતમ કરી દીધો છે.

માઈક્રોસોફ્ટમાં સીનિયર પ્રોડક્ટ ડિઝાઇનર તરીકે કામ કરતા એક શખ્સે ‘ગૂફીપાન્ડા’ નામ હેઠળ ઓનલાઈન તેની કહાની શેર કરી છે. તેણે જણાવ્યું કે આ વર્ષની શરૂઆતમાં તેણે અને તેની ગર્લફ્રેન્ડે સાથે રહેવાનું નક્કી કર્યું. શરૂઆતમાં, બધું ખૂબ જ પરિપક્વ અને સુવ્યવસ્થિત લાગતું હતું. બંને સાથે મળીને તેમની ઓફિસ નજીક એક સુંદર ફ્લેટ ભાડે લીધો અને ખુશીથી રહેવા ગયા અ ખુશી-ખુશીથી રહેવા લાગ્યા. પરંતુ, આ હનીમૂન પીરિયડ વધારે લાંબો સમય ટકી શક્યો નહીં.

DK

ટેક એન્જિનિયરે જણાવ્યું કે જ્યારે ફ્લેટનું ભાડું, ભારે સુરક્ષા ડિપોઝિટ અને કરિયાણાનું અસલી બિલ આવવા લાગ્યા, ત્યારે તેને નાણાકીય અસમાનતાનો અનુભવ થયો. ટેક પ્રોફેશનલનો વાર્ષિક પગાર ₹48 લાખ (₹48 LPA) છે, ત્યારે તેની ગર્લફ્રેન્ડનો પગાર માત્ર ₹8 લાખ (₹8 LPA) છે. આ મોટી અસમાનતાને દૂર કરવા માટે એન્જિનિયરે તેના વરિષ્ઠ સાથીદારો પાસેથી સલાહ પણ લીધી અને એક સંયુક્ત બેંક ખાતું ખોલાવ્યું. તેણે જવાબદારી દર્શાવતા ઘરના કુલ ખર્ચના 85 ટકા ખર્ચ પોતે જ ઉઠાવવાનું શરૂ કર્યું જેથી તેની ગર્લફ્રેન્ડ પર બોજ ન આવે.

એન્જિનિયરનું કહેવું છે કે તે ભાડાથી લઈને જીવનશૈલીના ખર્ચ સુધીના મોટા ખર્ચાઓ પોતે સંભાળી રહ્યો હતો, પરંતુ તાજેતરમાં આવેલી એક મુશ્કેલીએ બધું જ બદલાઈ ગયું. આ અઠવાડિયે તેની કાર ખરાબ થઇ ગઈ, જેના સમારકામનું બિલ ખૂબ આવ્યું. જ્યારે તેણે આ ખર્ચને વહેંચવાની વાત કહી, ત્યારે તેની ગર્લફ્રેન્ડ ભડકી ગઈ અને તરત જ ડિફેન્સિવ મોડમાં આવી ગઈ. વાત કરવાને બદલે તેણે આ મુદ્દાથી દૂર રહેવાનું પસંદ કર્યું. એન્જિનિયરે લખ્યું કે, પૈસા અંગે થનારી દરેક નાની લડાઇ મારા દિલમાં તેના માટે બચેલી લાગણીઓ પણ ખતમ કરી રહી છે.

આ પોસ્ટ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકોનું કહેવું છે કે જો એન્જિનિયર યુવતીને તેના જીવનસાથી તરીકે જુએ છે, તો તેણે ખુશીથી ખર્ચનો મોટો હિસ્સો ઉઠાવવો જોઈએ અને છોકરીની કારકિર્દીના વિકાસમાં મદદ કરવી જોઈએ. બીજી બાજુ, ઘણા વપરાશકર્તાઓનું માનવું છે કે મહિલાનું વલણ ખોટું છે. જો તે ખરેખર સંબંધ પ્રત્યે ગંભીર હોત, તો તે પૈસાઓની વાત પર આ રીતે મોઢું ન છુપાવતી; તેના બદલે, તે તેના દ્વારા શક્ય તેટલું યોગદાન આપવાનો પ્રયાસ કરતી.

Leave a Reply

error: Content is protected !!