fbpx

દેશ માટે 4 ગોલ્ડ મેડલ જીત્યા છતા પરિવારનું પેટ ભરવા ટેક્સી ચલાવે છે અમરદીપ

Spread the love

દેશ માટે 4 ગોલ્ડ મેડલ જીત્યા છતા પરિવારનું પેટ ભરવા ટેક્સી ચલાવે છે અમરદીપ

જ્યારે પણ કોઈ ખેલાડી દેશ માટે મેડલ જીતે છે, ત્યારે આખો દેશ તેમની જીતની ઉજવણી કરે છે, પરંતુ જ્યારે તે જ ખેલાડી થોડા વર્ષો પછી રોજીરોટી કમાવવા માટે રસ્તાઓ પર ટેક્સી ચલાવવા માટે મજબુર થઇ જતો હોય છે ત્યારે શું થાય છે? આ પ્રશ્ન ફક્ત એક ખેલાડીનો જ નહીં પરંતુ એક એવી વ્યવસ્થાનો પણ છે જે તેની સફળતા પર તાળીઓ તો પાડે છે, પણ તેના મુશ્કેલ સમયમાં પોતાના ચેમ્પિયનને એકલો છોડી દેતા હોય છે.

New-Zealand-Minister

રાંચીના રહેવાસી આંતરરાષ્ટ્રીય થ્રોબોલ ખેલાડી અમરદીપ કુમારની વાર્તા પણ આવી જ છે. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત માટે 4 ગોલ્ડ મેડલ જીતનાર આ ખેલાડી, આજે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે આખો દિવસ ટેક્સી ચલાવે છે. એટલું જ નહીં, પોતાના ખાલી સમયમાં, તે આર્ગોરા ચોક ખાતે તેના પિતાની શાકભાજીની દુકાનમાં પણ વેચવા માટે મદદ કરે છે. સવારની નિયમિત પ્રેક્ટિસ પછી, તે રોજીરોટી કમાવવા માટે કામ પર પાછો ફરે છે. જયારે સ્પર્ધાઓ હોય છે તે દરમિયાન તેણે આ ડ્રાઇવિંગ કરવાનું પણ બંધ કરવું પડે છે.

અમરદીપ જણાવે છે કે, તેણે ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યા છે. તાજેતરમાં, તેણે રાંચીમાં યોજાયેલી બીજી સાઉથ એશિયન થ્રોબોલ ચેમ્પિયનશિપમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Amardeep3

અમરદીપે 2015માં મલેશિયામાં યોજાયેલી પ્રથમ જુનિયર એશિયન થ્રોબોલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યાનું વર્ણન કર્યું. તેણે 2017માં નેપાળમાં યોજાયેલી ઈન્ડો-નેપાળ ચેમ્પિયનશિપમાં પણ પોતાનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો. આ પહેલા, તેણે બેંગલુરુમાં 2019 SAF ચેમ્પિયનશિપ અને મલેશિયામાં જુનિયર એશિયન થ્રોબોલ ચેમ્પિયનશિપમાં પણ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેણે 2026માં રાંચીના ખેલગાંવમાં યોજાયેલી બીજી સાઉથ એશિયન ચેમ્પિયનશિપમાં ચોથી વખત ગોલ્ડ જીત્યો હતો. આ સિદ્ધિઓ છતાં, તેની નાણાકીય પરિસ્થિતિ યથાવત રહી. તેને રાજ્ય સરકાર તરફથી કાયમી રોજગાર કે નાણાકીય સહાય મળી નહીં, કે આંતરરાષ્ટ્રીય ખેલાડીને જેવું સન્માન મળે છે, તેવું પણ તેણે કંઈ મળ્યું નહીં.

Amardeep1

અમરદીપ કહે છે કે, તેણે વારંવાર રમતગમત વિભાગને મદદ માટે અરજી કરી, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહીં. અમરદીપની વાર્તા ફક્ત એક ખેલાડીની નથી, પરંતુ સેંકડો રમતવીરોની વાસ્તવિકતા છે જેઓ દેશ માટે મેડલ રૂપી ગૌરવ તો મેળવે છે, પરંતુ પાછળથી રોજગાર અને સન્માન મેળવવા માટે સંઘર્ષ કરતા રહે છે. સન્માનથી વંચિત રહેલ અમરદીપને આશા છે કે, એક દિવસ તેની આ  સિદ્ધિઓનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવશે.

Leave a Reply

error: Content is protected !!