fbpx

થિયેટર પછી, હવે OTT પર પણ રોક! દિલજીતની ‘સતલુજ’ અચાનક ZEE5 પરથી હટાવી કેમ દેવામાં આવી

Spread the love

થિયેટર પછી, હવે OTT પર પણ રોક! દિલજીતની 'સતલુજ' અચાનક ZEE5 પરથી હટાવી કેમ દેવામાં આવી

પંજાબના માનવાધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલરા પર આધારિત ફિલ્મ દિલજીત દોસાંઝ અભિનીત ‘સતલુજ’ ( જેનું મૂળ નામ ‘પંજાબ 95’ હતું) ફરી એકવાર મોટા વિવાદમાં ફસાઈ ગઈ છે. લાંબી રાહ અને અસંખ્ય અવરોધો પછી, આ ફિલ્મ તાજેતરમાં કોઈપણ પૂર્વ પ્રમોશન વિના OTT પ્લેટફોર્મ ZEE5 પર રીલિઝ કરવામાં આવી હતી; જોકે, હવે તેને આગામી સૂચના સુધી ભારતમાં પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી છે. તો ફિલ્મને અચાનક દૂર કરવાના આ નિર્ણયથી દર્શકો અને ચાહકો સ્તબ્ધ થઈ ગયા છે, કારણ કે ફિલ્મ પહેલાથી જ વર્ષોથી સેન્સર બોર્ડના વાંધા અને વ્યાપક કાપ સાથેના વિવાદનો સામનો કરી ચૂકી છે.

આખરે વિવાદ શું છે?

આ ફિલ્મ છેલ્લા ઘણા સમયથી તેની કહાની અને વિષયવસ્તુને કારણે સેન્સર બોર્ડ (CBFC)ના નિશાન પહી છે. બોર્ડે અનેક ગંભીર વાંધાઓ ઉઠાવ્યા હતા અને કથિત રીતે મંજૂરી આપતા પહેલા 120થી વધુ કટ લગાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ જ કારણ રહ્યું કે અનેક પ્રયાસો છતા ફિલ્મ ભારતીય સિનેમા સ્ક્રીનો પર ક્યારેય પહોંચી શકી નહીં. આખરે, નિર્માતાઓએ તેનું નામ બદલીને ‘સતલુજ’ કર્યું અને ZEE5 પર સીધી ડિજિટલ રીલિઝ કરવાનો નિર્ણય લીધો, પરંતુ અહીં પણ યાત્રા સરળ ન રહી.

satluj

ભારતમાં ફિલ્મનું સ્ટ્રીમિંગ રોકાયા પછી, OTT પ્લેટફોર્મ ZEE5નું એક સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. પ્લેટફોર્મે પોતાના નિવેદનમાં સૌથી પહેલા દર્શકોનો હૃદયપૂર્વક આભાર માન્યો થે, જેમણે ફિલ્મને રીલિઝ થયા પછી જબરદસ્ત પ્રતિસાદ આપ્યો. તેની સાથે જ પ્લેટફોર્મે ફિલ્મની કહાની અને સર્જનાત્મક દૃષ્ટિકોણ માટે તેનું સંપૂર્ણ સમર્થન આપ્યું છે. ZEE5નું કહેવું છે કે આવી સાચી અને અને ગહન અર્થવાળી કહાનીઓને વિશ્વમાં લાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધત છે.

satluj

ફિલ્મને ભલે હાલમાં ભારતીય દર્શકો માટે રોકી દેવામાં આવી છે, પરંતુ નિર્માતાઓ કે પ્લેટફોર્મે હાર માની નથી. ZEE5એ સ્પષ્ટતા કરી છે કે તે ફિલ્મના નિર્માતાઓની કલાત્મક પ્રામાણિકતા સાથે મજબૂત રીતે ઉભું છે. તેઓ આ ફિલ્મને શક્ય તેટલી વહેલી તકે ભારતીય દર્શકો સુધી પાછી લાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે અને પ્રતિબંધ હટાવવા અને ફિલ્મનું સ્ટ્રીમિંગ ફરી શરૂ કરવા માટે તમામ જરૂરી કાનૂની માર્ગો શોધી રહ્યા છે.

Leave a Reply

error: Content is protected !!