fbpx

‘તેઓ ક્યારેય અધૂરું કામ નથી કરતા, તેઓ NRC લાવવા માંગે છે,’ અમિત શાહે બોલાવેલી મિટિંગ પર અસદુદ્દીન ઓવૈસીએ આવું કહ્યું

Spread the love

'તેઓ ક્યારેય અધૂરું કામ નથી કરતા, તેઓ NRC લાવવા માંગે છે,' અમિત શાહે બોલાવેલી મિટિંગ પર અસદુદ્દીન ઓવૈસીએ આવું કહ્યું

પોતાના ઉગ્ર ભાષણો માટે જાણીતા AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર ખુબ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ‘તેઓ અમિત શાહ છે, અને હું જાણું છું કે તેઓ કોઈ પણ કામ બેદરકારીથી નથી કરતા. જો અમિત શાહ કોઈ મિટિંગ કરે છે, તો તેઓ ક્યારેય અધૂરું કામ કરતા નથી કે હવામાં ગોળીબાર કરતા નથી. મને તો શંકા છે કે, તેઓ છેવટે NRC લાવવા માંગે છે.’

Asaduddin Owaisi

અસદુદ્દીન ઓવૈસીએ એમ પણ જણાવ્યું હતું કે, તેમણે એક કમિશનની રચના કરી છે. કદાચ તેઓ ખોટા પણ હોઈ શકે છે, પરંતુ છેવટે તેનું પરિણામ NRC હોઈ શકે છે.

આ ઉપરાંત, અસદુદ્દીન ઓવૈસીએ માંગ કરી હતી કે, CM રેવંત રેડ્ડીની તેલંગાણા સરકાર રાજ્યના રહેવાસીઓને કાયમી નિવાસ પ્રમાણપત્ર (PRC) જારી કરે, જેથી કરીને દસ્તાવેજોનું કામ સરળ બને અને ભવિષ્યમાં વહીવટી મુશ્કેલીઓથી બચી શકાય. અંતિમ મતદાર યાદીના પ્રકાશન પછી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેની રાહ જોવાને બદલે રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

Asaduddin Owaisi

આ સાથે તેમણે એમ પણ કહ્યું, ‘હું જાન્યુઆરી પછીથી CM પાસે મુલાકાત કરવાનો સમય માંગી રહ્યો છું. અમે આ પહેલા પણ એક હજ કેમ્પમાં મળ્યા હતા, અને ત્યાર પછીથી તેઓ ખૂબ જ વ્યસ્ત રહે છે. પરંતુ જો શાસક પક્ષ સમજી શકતો નથી કે તેલંગાણાના ગરીબ લોકો પાસે દસ્તાવેજો નથી, તો તેઓ વાસ્તવિકતાથી સંપૂર્ણપણે અલગ થઈ ગયા છે. શાસક પક્ષ આ વિશે વાત નથી કરી રહ્યો, તેથી અમે માંગ કરીએ છીએ કે તેલંગાણા સરકાર તાત્કાલિક તેલંગાણામાં કાયમી નિવાસી પ્રમાણપત્રો બહાર પાડે.’

Amit Shah

અસદુદ્દીન ઓવૈસીએ વધુમાં કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર પહેલાથી જ તેના નાગરિકોને કાયમી નિવાસી પ્રમાણપત્રો આપી રહી છે, તેથી તેલંગાણા સરકારે પણ આવો જ અભિગમ અપનાવવો જોઈએ. શાસક પક્ષ કોંગ્રેસ પાર્ટી છે, તેથી અંતિમ મતદાર યાદી જાહેર થયા પછી, તેઓ અમને આવીને એવું બહાનું ન બતાવે કે, ‘જુઓ, અહીં એક ષડયંત્ર રચાયું છે’, તેમણે કહ્યું, ‘જો કોઈ ષડયંત્ર થયું છે, તો ઉકેલ શોધો.’

Leave a Reply

error: Content is protected !!