fbpx

SIRના માટે ગયેલી મહિલા BLOની જાતિ ખબર પડી ગઇ તો અપમાનિત કરીને ઘરમાંથી કાઢી મુકાઇ

Spread the love

SIRના માટે ગયેલી મહિલા BLOની જાતિ ખબર પડી ગઇ તો અપમાનિત કરીને ઘરમાંથી કાઢી મુકાઇ

જાતિવાદ એ આપણા સમાજની એક એવી વાસ્તવિકતા છે, જેને છુપાવી શકાતી નથી, ભલે ગમે તેટલી વાર તેનો ઇનકાર કરવામાં આવે, કારણ કે આ માનસિકતા તો વર્તનમાં ઝળકી જાય છે. કેટલાક વ્યક્તિઓ જાતિના અભિમાનથી એટલા ડૂબેલા હોય છે કે તેઓ દલિત અથવા આદિવાસી વ્યક્તિનું અપમાન કરતા શિષ્ટાચારના તમામ ધોરણોનો અનાદર કરે છે. કર્ણાટકના મેંગલુરુના શિરલાલુ ગામમાં આનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

અહીના શિરલાલુ ગામના એક મહિલા બૂથ લેવલ ઓફિસર (BLO)ને એટલે અપમાનિત કરવામાં આવી હતી અને ફક્ત એટલા માટે ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી કારણ કે તે દલિત છે. જ્યારે મહિલા ઘરના લોકોના કામથી ત્યાં ગઇ હતી. તે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા માટે ગઇ હતી. એવો આરોપ છે કે ઘરની મહિલાએ BLOને તેની જાતિ પૂછી લીધી. તેની જાતિ જાણ્યા પછી, મહિલાએ BLOને ઘરમાં પ્રવેશવા દેવાનો ઇનકાર કર્યો અને તેને ઘરના દરવાજાથી જ ભગાડી દીધી.

women-BLO1

કર્ણાટકમાં હાલમાં SIR પ્રક્રિયા ચાલી રહી છે, આ હેઠળ BLO તરીકે નિયુક્ત સરકારી કર્મચારીઓ તેમના સંબંધિત વિસ્તારોના રહેવાસીઓ સાથે ડેટા એકત્રિત કરવા માટે લોકો સુધી પહોંચી રહ્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, પીડિત મહિલા આંગણવાડી કેન્દ્રમાં કામ કરે છે અને તેને પણ SIR પ્રક્રિયા માટે BLOની ફરજો સોંપવામાં આવી હતી. તે 6 જુલાઈના રોજ એક સાથી સાથે શિરલાલુ ગામમાં પોતાની સત્તાવાર જવાબદારીઓ નિભાવવા માટે પહોંચી હતી.

મહિલા BLO ગામમાં યશોદા આચારી નામની મહિલાના ઘરે ગઇ હતી. અહેવાલ અનુસાર ત્યાં આ સત્તાવાર સરકારી કાર્યમાં પણ જાતિવાદ ઘૂસી ગયો હ. ઘરની મહિલાને જેવી જ BLOની જાતિની જાણ થતા જ તે સરકારી કર્મચારીનું અપમાન કરવામાં અચકાઈ નહીં. તેણે તરત જ BLOને ત્યાંથી જવા કહી દીધું. હદ તો ત્યારે થઇ ગઇ, જ્યારે મહિલા BLOને તેના ઘરના ઓટલા પર પણ જવા દેવાનો ઇનકાર કર્યો.

women-BLO2

ત્યારબાદ, 7 જુલાઈના રોજ, BLOએ વેનૂર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેમાં તેણે પોતાની સાથે થયેલા જાતિ આધારિત ભેદભાવની સંપૂર્ણ કહાની વર્ણવી. મહિલાની ફરિયાદ પર કાર્યવાહી કરતા વેણુર પોલીસે આરોપી યશોદા આચારી વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ અને અન્ય સંબંધિત કલમો હેઠળ FIR નોંધી છે.

Leave a Reply

error: Content is protected !!