
શુક્રવારે, ભારતે મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટ અંગે જાપાન સાથે કોઈપણ મતભેદોના અહેવાલોને ફગાવી દીધા હતા. આ આરોપ જાપાનના ભૂતપૂર્વ મંત્રી દ્વારા ભોરતીય અધિકારીઓ પર આ મુખ્ય બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ બદલ લગાવ્યા છે.
વિદેશ મંત્રાલય (MEA)એ સ્પષ્ટતા કરી કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. જાપાનના ભૂતપૂર્વ ન્યાય મંત્રી હિદેકી માકિહારાના નિવેદનો પર આધારિત અહેવાલોના જવાબમાં, MEAએ જણાવ્યું હતું કે, અમે સંદર્ભિત પોસ્ટ જોઈ છે. તે એક વ્યક્તિગત અભિપ્રાય છે અને હકીકતોથી ખૂબ અલગ છે.
MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ અંગે ભારત અને જાપાન વચ્ચે વાર્તાઓ ખરેખર ખૂબ સારી રીતે આગળ વધી રહી છે. જાપાન E10 શ્રેણીની ટ્રેનો પૂરી પાડશે, પરંતુ ફક્ત 2030ના દાયકાની શરૂઆતમાં. વિચારાધીન ટ્રેન હજુ વિકાસના તબક્કામાં છે. આ દરમિયાન બાંધકામ કાર્ય ઝડપથી આગળ વધ્યું છે. પ્રથમ ખંડો 2027ની શરૂઆતમાં ખુલશો. તેથી, બંને પક્ષો ભારતીય હાઇ-સ્પીડ ટ્રેનનો ઉપયોગ કરીને કામગીરી શરૂ કરવા સંમત થયા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત અને જાપાન આ પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખે છે, અને પુનરાવર્તિત કર્યું છે કે મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ ટ્રેન પર ભારત-જાપાન વાટાઘાટો વાસ્તવમાં સારી રીતે આગળ વધી રહી છે.

નોંધનીય છે કે MEAની સ્પષ્ટતા મકિહારાએ X (અગાઉ ટ્વોટર) પર કરેલી પોસ્ટ બાદ આવી છે, જેમાં તેમણે ભારતીય પક્ષ પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. મકિહારાએ લખ્યું, હું ભારતમાં શિંકનસેન પ્રોજેક્ટમાં વ્યક્તિગત રીતે સામેલ હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય બેઠકો અને વાટાઘાટો દરમિયાન જે વાત સૌથી વધુ સ્પષ્ટ થઇ તે ભારતીય પક્ષની ઘોર બેદરકારી, જે વારંવાર પુનરાવર્તિત કરવામાં આવી હતી. ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ સંપૂર્ણપણે ભારતીય પક્ષની ભૂલ છે. તેમણે દાવો કર્યો કે ભારતીય અધિકારીઓ તેમના વચનો પાળતા નથી અને વાટાઘાટો દરમિયાન તેમના પર સ્વાર્થ સાધવાનો આરોપ લગાવ્યો હતો.
તેમણે કહ્યું, આ પ્રોજેક્ટમાં પોતાનું દિલ લગાવનારા તમામ જાપાની લોકો પ્રત્યે આદર રાખીને, મારે કહેવું જ પડશે. મને 100 ટકા ખાતરી છો કે આ પ્રોજેક્ટ આગળ ન વધવાનું કારણ સંપૂર્ણપણે ભારતીય પક્ષનું છે.
માકિહારાની ટિપ્પણીઓ ત્સુજોમુરાના એક લેખ પછી આવી હતી, જેમાં તેમણે તર્ક આપ્યો કે મુંબઈ-અમદાવાદ પ્રોજેક્ટ મૂળ જાપાની શિંકનસેન મોડેલથી ભટકી ગયો છે અને આરોપ લગાવ્યો હતો કે ભારતીય અધિકારીઓ ખાનગી રીતે જાણતા હતા કે 2023નું પ્રારંભિક કાર્યકારી લક્ષ્ય અવાસ્તવિક હતું.

ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે જાપાન આગામી પેઢીની E10 શિંકનસેન ટ્રેનો ફક્ત 2030ના દાયકાની શરૂઆતમાં જ સપ્લાયો કરશે કારણ કે ટ્રેન હજુ વિકાસના તબક્કામાં છે. કોરિડોરનું બાંધકામ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે અને પહેલો ભાગ 2027માં ખુલશે. તેથી, બંને પક્ષો ભારતીય હાઇ-સ્પીડ ટ્રેન સાથે કામગીરી શરૂ કરવો સંમત થયા છે.
સિગ્નલિંગ સિસ્ટમ અંગેના દાવાઓને ફગાવી દેતા મંત્રાલયે જણાવ્યું હતું કે, સિગ્નલિંગ સાધનો માટેનો ઓર્ડર આપવામાં આવ્યો છે, અને તે આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ છે. આ સંદર્ભમાં જાપાન તરફથી કોઈ દરખાસ્ત મળી નથી. પ્રોજેક્ટનું અમલીકરણ હાઇ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટને શક્ય તેટલી વહેલી તકે શરૂ કરવાના સહિયારા ધ્યેયને અનુરૂપ છે.
મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે; જે મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિલોમીટર સુધી ફેલાયેલો છે અને તેમાં જાપાની શિંકનસેન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનું નિર્માણ જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સીની નાણાકીય સહાયથી બનાવવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કા માટે પેસેન્જર સંચાલનની શરૂઆત 2027માં શરૂ થવાની ધારણા છે, જ્યારે જાપાનની E10 ટ્રેન સેટોનો વિકાસ પૂર્ણ થયા પછી 2030ના દાયકાની શરૂઆતમાં સેવામાં સામેલ થવાની સંભાવના છે.