પ્રાંતિજમાં મજરા ખાતે ઘર આગળ પેશાબ ભરેલી બોટલ અને પથ્થર ફેંકી ધમકી આપ્યાનો ગુનો નોંધાયો
– પ્રાંતિજ પોલીસે બે વિરૂધ્ધ ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ઘર આગળ પેશાબ ભરેલી બોટલ અને પથ્થર ફેંકી ધમકી આપ્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે
પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ તારીખ ૧૭ જુલાઈ ૨૦૨૬ ના રોજ રાત્રે આશરે ૧૦:૩૦ વાગ્યે મજરા ગામ ખાતે ફરિયાદી પારૂલબેન રાકેશભાઈ પટેલના ઘર આગળ ગામની સેવા સહકારી મંડળી પાસે આરોપીઓ ઉભા રહી અશ્લીલ ગાળો બોલી રહ્યા હતા તે દરમિયાન આરોપી મોહિતસિંહ જશુજી ઝાલાના પુત્રએ ફરિયાદીના ઘર આગળ પેશાબ ભરેલી બોટલ ફેંકી હતી જ્યારે અન્ય આરોપી કુંદન સુરેશસિંહ શનાજીએ હાથમાં રહેલો પથ્થર ફરિયાદીના ઘર તરફ ફેંક્યો હતો ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે બંને આરોપીઓએ જોરજોરથી બૂમો પાડી ફરિયાદીને “તમે અમારું શું બગાડી લેવાના છો” કહી ધમકી આપી હતી આ બનાવ અંગે પારૂલબેન રાકેશભાઈ પટેલની ફરિયાદના આધારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૨૫, ૩૫૧(૨), ૨૯૬(બી), ૫૪ તેમજ જી.પી. એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે ગુનોનોંધી વધુ તપાસ હાથ ધરવામા આવી છે