fbpx

પ્રાંતિજમાં પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશતા ભારે વાહનો સામે પોલીસની કડક કાર્યવાહી

Spread the love

પ્રાંતિજમાં પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશતા ભારે વાહનો સામે પોલીસની કડક કાર્યવાહી


સાબરકાંઠા જિલ્લા ના  પ્રાંતિજ શહેરમાં નિર્માણાધીન નવા માર્ગના કામને ધ્યાનમાં રાખીને ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટર, સાબરકાંઠા હિંમતનગર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો પ્રાંતિજ પોલીસે ચુસ્તપણે અમલ શરૂ કર્યો છે


જાહેરનામાના અમલ માટે હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ દરમિયાન પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરનારા ભારે વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ દરમિયાન બી.એન.એસ. કલમ ૨૨૩ હેઠળ ૫ કેસ, કલમ ૨૮૧ હેઠળ ૭ કેસ તેમજ કલમ ૨૮૫ હેઠળ ૧ કેસ નોંધવામાં આવ્યો હતો પોલીસે પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશતા તમામ ભારે વાહનો સામે કડક કાર્યવાહી કરીને જાહેરનામાનું અસરકારક પાલન કરાવ્યું હતું પ્રાંતિજ પોલીસે તમામ ભારે વાહનચાલકોને જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટર, સાબરકાંઠા દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી યથાવત્ ચાલુ રહેશે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!