fbpx

રામ મંદિર દાન ચોરીની ઘટનાને સુપ્રીમ કોર્ટે સામાન્ય કેસ માન્યો, કહ્યું- આ મુદ્દે રાજકારણ ન થવું જોઇએ

Spread the love

રામ મંદિર દાન ચોરીની ઘટનાને સુપ્રીમ કોર્ટે સામાન્ય કેસ માન્યો, કહ્યું- આ મુદ્દે રાજકારણ ન થવું જોઇએ

અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના નાણાકીય વ્યવહારોનું ઓડિટ અને CBI તપાસની માંગ કરતી અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અયોધ્યા રામ મંદિર દાન ચોરીના મુદ્દે રાજકાણ ન થવું જોઇએ. કોર્ટે કહ્યું કે, અમે માત્ર આ સાવચેતીના ભાગરૂપે કહી રહ્યા છીએ. અદાલતો આવા કામો માટે નથી. પ્રથમ દ્રષ્ટિઅ આ ગુનો બન્યાનો સાદો મામલો છે.

ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત, જજ જોય માલ્યા બાગચી અને જસ્ટીસ વી મોહનની બેંચે સુનાવણી કરી હતી. અગાઉ સુપ્રીમ કોર્ટે SITનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો હતો. એ વિશે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, આ આક્ષેપોની તપાસ ચાલી રહી છે અને રાજ્ય પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. તપાસ ચાલુ હોવાથી હું વધારે વિગતો જાહેર કરી શકું તેમ નથી. હવે વધારે સુનાવણી 27 જુલાએ હાથધરાશે.

Leave a Reply

error: Content is protected !!