fbpx

પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો વૈભવ સૂર્યવંશી… પરંતુ કોચ VVS લક્ષ્મણે જણાવી તેના સૌથી મોટી નબળાઇ

Spread the love

પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો વૈભવ સૂર્યવંશી... પરંતુ કોચ VVS લક્ષ્મણે જણાવી તેના સૌથી મોટી નબળાઇ

ઝિમ્બાબ્વેના પ્રવાસ દરમિયાન 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ટીમ ઈન્ડિયા માટે વિસ્ફોટક બેટિંગ કરી હતી. T20 સીરિઝની ત્રીજી મેચમાં વૈભવે 49 બોલમાં 81 રનની ઇનિંગ રમી; તેને માત્ર પ્લેયર ઓફ ધ મેચ તરીકે જ નહીં પરંતુ સમગ્ર સીરિઝ દરમિયાન તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ પણ મળ્યો.

ત્રીજી T20I ના સમાપન પછી ટીમ ઈન્ડિયાના કાર્યકારી મુખ્ય કોચ VVS લક્ષ્મણે યુવા બેટ્સમેન વિશે ઘણા મહત્ત્વના ખુલાસા કર્યા. લક્ષ્મણે જણાવ્યું કે વૈભવની સફળતા રાતોરાતની કહાની નહોતી; BCCI  છેલ્લા અઢી વર્ષથી તેની પ્રગતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને તેને ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યું છે.

VVS Laxman

મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં લક્ષ્મણે જણાવ્યું હતું કે વૈભવની પ્રતિભા સૌપ્રથમ 2024 અંડર-19 વર્લ્ડ કપ પહેલા યોજાયેલી વિજયવાડા ક્વોડ્રેંગ્યુલર સિરીઝ દરમિયાન પ્રકાશમાં આવી હતી. અમે લગભગ અઢી વર્ષ અગાઉ વૈભવને નજીકથી જોયો હતો. વિજયવાડામાં યોજાયેલી ક્વોડ્રેંગ્યુલર સિરીઝમાં તે ઇન્ડિયા-B માટે ટોચના રન-સ્કોરર્સમાંનો એક હતો. તે સમયે અમને ખ્યાલ આવ્યો કે આ ખેલાડી ભવિષ્યમાં ભારતીય ક્રિકેટ માટે ખાસ સાબિત થઈ શકે છે.

VVS લક્ષ્મણે જણાવ્યું કે ત્યારબાદ, વૈભવ સતત BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ખાતેના શિબિરોનો ભાગ રહ્યો. તેણે અંડર-19 સ્તરે રન બનાવવાનું ચાલુ રાખ્યું અને દરેક તબક્કે પોતાને સાબિત કર્યો. ભારતીય ટીમનો સપોર્ટ સ્ટાફ, ફક્ત વૈભવની રમત પર જ નહીં, પરંતુ તેના વ્યક્તિત્વ અને માનસિક તૈયારી પર બરાબર કામ કરી રહ્યો છે.

abhijit dipake

તેમણે કહ્યું કે, અમે ફક્ત ખેલાડીને જ ઓળખતા નથી; અમે વૈભવને એક વ્યક્તિ તરીકે પણ સારી રીતે સમજીએ છીએ. અમે જાણીએ છીએ કે તે કઈ પરિસ્થિતિઓમાં તે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે. અમારો સતત પ્રયાસ એ છે કે તે મેચ પહેલા માનસિક રીતે સંપૂર્ણપણે તૈયાર રહે.

ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેનના મતે વૈભવે છેલ્લા છ મહિનામાં તેની માનસિકતા અને રમતને સમજવાની ક્ષમતામાં જબરદસ્ત સુધારો દર્શાવ્યો છે. VVS લક્ષ્મણે કહ્યું કે, છેલ્લા છ મહિનામાં તેની પરિપક્વતા, રમત વાંચવાની ક્ષમતા અને મેચ પ્રત્યેની જાગૃતિમાં મોટો સુધારો થયો છે. તેથી જ તે ઉચ્ચ દબાણવાળી મેચોમાં પણ નિર્ભયતાથી રમી રહ્યો છે અને ટોચના ખેલાડીઓ સામે પોતાને સાબિત કરી રહ્યો છે.

vaibhav

વૈભવની પ્રશંસા કર્યા પછી, લક્ષ્મણે તેના સૌથી મોટા પડકારનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે યુવા બેટ્સમેનને હજુ પણ તેની ઓવરઓલ ફિટનેસ પર સખત મહેનત કરવાની જરૂર છે. અમે ઇચ્છીએ છીએ કે વૈભવ તેની સમગ્ર ફિટનેસમાં વધુ સુધારો કરે. આપણે એ ભૂલવું ન જોઈએ કે તે ફક્ત 15 વર્ષનો છે. તેની પાસે શીખવા અને આગળ વધવા માટે પુષ્કળ સમય છે. સારી વાત એ છે કે તે તેની રમતના દરેક પાસાને સુધારવા માટે ખૂબ જ ઉત્સાહી રહે છે.

VVS લક્ષ્મણે ત્રીજી T20Iનો એક રસપ્રદ કિસ્સો પણ શેર કર્યો. તેણે ઉલ્લેખ કર્યો કે મેચ દરમિયાન ઈજા થવા છતા વૈભવ મેદાન છોડવા માંગતો નહોતો. તેમણે કહ્યું કે, આજે પણ, ઈજાગ્રસ્ત થયા પછી, તે મેદાન પર રહેવા માંગતો હતો, પરંતુ અમારી ફિઝિયો ટીમે તેને મેદાન છોડીને બહાર આવવા કહ્યું. આ જ દર્શાવે છે કે ટીમ માટે રમવા પ્રત્યેનો તેનો અપાર જુસ્સો છે.

Leave a Reply

error: Content is protected !!