fbpx

તોડાઈ રહ્યું છે CM મોહન યાદવનું પૈતૃક ઘર, બહેનના ઘર પર પણ ચાલશે હથોડો, જાણો શું છે આખો મામલો

Spread the love

તોડાઈ રહ્યું છે CM મોહન યાદવનું પૈતૃક ઘર, બહેનના ઘર પર પણ ચાલશે હથોડો, જાણો શું છે આખો મામલો

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને તેમના બહેનના મકાન પર આજે હથોડો ચાલશે કારણ કે આ મકાન રસ્તો પહોળો કરવા માટે આડે આવી રહ્યું છે. ઉજ્જૈનમાં ‘સિંહસ્થ 2028કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે રસ્તાઓ પહોળા કરવા માટે ઉજ્જૈનના અબ્દાલપુરા વિસ્તારમાં આ તોડફોડની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવનું પૈતૃક અને તેમના બહેન કલાવતી યાદવનું મકાન પણ તેની જડમાં આવી ગયું છે.

રસ્તા પહોળા કરવાના પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રી મોહન યાદવના પૈતૃક ઘરનો 2.90 મીટરનો હિસ્સો તોડવામાં આવી રહ્યો છે. પડોશીઓએ આ પહેલનું સ્વાગત કર્યું છે અને જણાવ્યું છે કે વિકાસ માટે કરવું પડે છે. મોહન યાદવની રાજકીય કારકિર્દીની શરૂઆત આ જ ઘરમાંથી થઈ હતી; અહીં રહેવા દરમિયાન જ તેઓ કોલેજના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તેમના ઘરની સામે આવેલા મનકામેશ્વર મહાદેવ મંદિરના માળખાનો પણ 20 ફૂટથી વધુ હિસ્સો તોડી પાડવામાં આવશે.

mohan-yadav2

આ ઉપરાંત, ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશનના અધ્યક્ષ કલાવતીની માલિકીની મિલકતનો 3.8 મીટરનો હિસ્સો પણ આજે તોડી પાડવામાં આવશે. આ ઘર મૂળરૂપે 1974માં મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના દાદા રામચંદ્ર યાદવ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને અહીં જ મોહન યાદવે તેમનું બાળપણ વિતાવ્યું હતું.

રસ્તા પહોળા કરવાનો આ પ્રોજેક્ટ ‘ખજૂર વાલી મસ્જિદ’થી ‘ગણેશ ચોક’ સુધીના વિસ્તારમાં થશે, જે ‘સિંહસ્થ 2028’ માટે આવનારી ભીડને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવી રહ્યો છે. મોહન યાદવના વિસ્તારમાં આવેલા લગભગ 270 મકાનો આ વિસ્તરણના દાયરામાં આવે છે.

mohan-yadav3

મુખ્યમંત્રી મોહન યાદવ તાજેતરમાં ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે ગણેશ અનંત ચતુર્દશીના શુભ અવસર પર લાંબા સમય બાદ ‘ભોપાલ ડેવલપમેન્ટ પ્લાન-2047’નો ડ્રાફ્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ યોજના ભોપાલના કુદરતી વારસા- ભોજતાલ (તળાવ), જંગલ વિસ્તારો અને વાઘના સંચરણ સાથે નાગરિકોને સારી સુવિધા, સુગમ મોબિલિટી અને આર્થિક વિકાસના અવસર પૂરા પાડવાનો દૃષ્ટિથી તૈયાર કરવામાં આવી છે. તેમાં ‘ગ્રીન TDR’ની જોગવાઈનો સમાવેશ થાય છે, જેથી ગ્રીન ઝોનમાં આવતી જમીનના માલિકોને વળતર સાથે જ ડેવલપર્સને TDR દ્વારા વધારાનું બાંધકામ કરવાની સુવિધા મળી શકશે. સ

મૃદ્ધ, સુલભ અને વિકસિત ભોપાલના વિઝનની દિશમાં આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. નાગરિકો પ્રકાશિત ડ્રાફ્ટ અંગે તેમના વાંધા અને સૂચનો રજૂ કરી શકે છે. એટલે કે, વહીવટીતંત્રએ ભોપાલના નવા માસ્ટર પ્લાનનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. સરકાર હવે આ ડ્રાફ્ટ અંગે દાવા અને વાંધાઓ મંગાવશે.

Leave a Reply

error: Content is protected !!