fbpx

બાબર આઝમ સાથે લગાનવાળી થઈ, 1 રન લેવા માંગતો હતો, પણ ફિલ્ડરે જાણી જોઈને બોલને બાઉન્ડરીની બહાર જવા દીધો

Spread the love

બાબર આઝમ સાથે લગાનવાળી થઈ, 1 રન લેવા માંગતો હતો, પણ ફિલ્ડરે જાણી જોઈને બોલને બાઉન્ડરીની બહાર જવા દીધો

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમે પહેલી ટેસ્ટમાં પાકિસ્તાનને 90 રનથી કારમી હાર આપી હતી. ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પાકિસ્તાનને 211 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, પરંતુ બાબર આઝમની ટીમ માત્ર 120 રનમાં જ સમેટાઈ ગઈ હતી. વેસ્ટ ઇન્ડીઝે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

Babar-Azam2

આ મેચમાં એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે વેસ્ટ ઇન્ડીઝના એક ફિલ્ડરે જાણી જોઈને બાબર આઝમે ફટકારેલા શોટને બાઉન્ડરીની બહાર જવા દીધો હતો. આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, અને ચાહકો આ પ્રયાસ પર સવાલ ઉઠાવી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે વેસ્ટ ઇન્ડીઝના ખેલાડી જેડન સીલ્સે આવું કેમ કર્યું?

Jayden-Seales

આ મજાની ઘટના પાકિસ્તાનની બીજી ઇનિંગની 31મી ઓવરમાં બની હતી. પાકિસ્તાનની 9 વિકેટ પડી ગઈ હતી, અને બાબર આઝમને સાથ આપવા વાળો કોઈ બેટ્સમેન ન હતો. બીજા છેડે નંબર 11નો બેટ્સમેન મોહમ્મદ અબ્બાસ હતો. શમર જોસેફ દ્વારા ફેંકાયેલા છેલ્લા બોલ પર, બાબર આઝમે લેગ સાઈડ તરફ શોટ રમ્યો. તેનો ઈરાદો સિંગલ લેવાનો હતો, જેથી તે આગલી ઓવરમાં સ્ટ્રાઈક લઈ શકે. જોકે, જેડન સીલ્સે બાબરની યોજનાને નિષ્ફળ બનાવી દીધી. તે પહેલેથી જ બોલની નજીક પહોંચી ગયો હતો અને સરળતાથી તેને પકડી શકતો હતો, પરંતુ તેણે જાણી જોઈને બોલને બાઉન્ડરીની બહાર જવા દીધો. તે ઇચ્છતો હતો કે મોહમ્મદ અબ્બાસ આગલી ઓવરમાં સ્ટ્રાઈક પર હોય.

Babar-Azam
navbharattimes.indiatimes.com

ચાહકો સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. પાકિસ્તાની ચાહકો સૌથી વધુ હોબાળો મચાવી રહ્યા છે. તેઓ કહે છે કે જેડન સીલ્સે આ જાણી જોઈને કર્યું અને રમતની ભાવનાનું ઉલ્લંઘન કર્યું. કેટલાક ચાહકો તેની સામે દંડની માંગ પણ કરી રહ્યા છે. જોકે, આવું થવાની શક્યતા ઓછી છે. જેડન સીલ્સે જે કર્યું તેને ક્રિકેટની દ્રષ્ટિએ ટેક્નિકલ ચાલાકી કહેવાય છે. ICCના નિયમો અનુસાર, જો તેણે એવું વર્તન કર્યું હોત કે તે બોલને હાથમાં પકડ્યા વિના ફેંકવાની એકશન કરી હોતે તો તેને દંડ ફટકારવામાં આવ્યો હોત, પરંતુ તેણે બોલને જાણી જોઈને બાઉન્ડરીની બહાર ફોર માટે જવા દીધો. આ દ્રશ્યે ભારતીય ચાહકોને ફિલ્મ ‘લગાન’ની યાદ અપાવી. અંગ્રેજ કેપ્ટને ભુવન (આમિર ખાન) સાથે પણ આવું જ કર્યું.

Babar-Azam3

બીજી ઇનિંગમાં, બાબર આઝમે એકલા હાથે વેસ્ટ ઇન્ડીઝના બોલરોનો સામનો કર્યો, અણનમ 58 રન બનાવ્યા. જોકે, તેને કોઈ બેટ્સમેનનો સાથ મળ્યો નહીં, અને પાકિસ્તાન 90 રનથી મેચ હારી ગયું. હવે, બીજી ટેસ્ટમાં, બાબર અને કંપની શ્રેણી બરાબરી કરવાનું લક્ષ્ય રાખીને મેદાન પર આવશે.

Leave a Reply

error: Content is protected !!