fbpx

ન તો તાળું તૂટ્યું, ન એલાર્મ વાગ્યું, જ્વેલરી શો-રૂમમાંથી 10 લાખના દાગીના ગાયબ; ચોર ઉંદર હોવાનું બહાર આવ્યું!

Spread the love

ન તો તાળું તૂટ્યું, ન એલાર્મ વાગ્યું, જ્વેલરી શો-રૂમમાંથી 10 લાખના દાગીના ગાયબ; ચોર ઉંદર હોવાનું બહાર આવ્યું!

કર્ણાટકના તુમકુરુમાં એક જ્વેલરી શોરૂમમાંથી ચોરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં  શોરૂમમાંથી જ્વેલરી એક એક કરીને ગાયબ થઈ રહી હતી, પરંતુ ચોરીનું કોઈ નિશાન ન હતું, કોઈ શંકાસ્પદ કર્મચારી કે ગ્રાહક દેખાયો ન હતો, અને કોઈ એલાર્મ પણ વાગ્યું ન હતું.

ચોરીની શંકા જતા, શોરૂમના કર્મચારીઓએ પહેલા પાછલા દિવસે રેકોર્ડ કરેલા CCTV ફૂટેજ તપાસ્યા, પરંતુ કંઈ શંકાસ્પદ મળ્યું નહીં. તેઓએ એ પણ જોયું કે કેટલાક દાગીના પરના કાગળના ટેગ ગાયબ હતા.

Rat-Jewellery-Karnataka3

ત્યારપછી, જ્યારે શોરૂમના કર્મચારીઓએ રાત્રિના ફૂટેજની સમીક્ષા કરી, ત્યારે તેમને ખબર પડી કે આ કૃત્ય કોઈ ચાલાક ચોરનું નહીં, પરંતુ ઉંદરનું કામ હતું. CCTV ફૂટેજની તપાસ કરતાં, સવારે 4:30 થી 5 વાગ્યાની વચ્ચે એક ઉંદર ઘરેણાં એક પછી એક ખેંચીને લઈ જઈ રહ્યો હતો.

ઉંદરે પાડેલા પગલાંની પાછળ પાછળ જઈને, કર્મચારીઓને શોરૂમના ફર્નિચરમાં એક નાનું એવું કાણું મળ્યું તેની અંદર ઉંદરનું દર હતું. જ્યાં ઉંદર આ બધા દાગીના લઈ ગયો હતો.

શુક્રવારે દુકાનના માલિકે જણાવ્યું હતું કે, ગુમ થયેલા દાગીના આખરે ઉંદરના દરમાંથી મળી આવ્યા છે. તેમણે કહ્યું કે આ ઘટના આ અઠવાડિયાની શરૂઆતમાં પ્રકાશમાં આવી, જ્યારે કર્મચારીઓએ નિયમિત સ્ટોક ગણતરી દરમિયાન 10 વીંટી અને બે ચેઇન ગુમ હોવાનું શોધી કાઢ્યું, જેની કિંમત લગભગ રૂ. 10 લાખ હતી.

દુકાન માલિક વિશ્વાસના જણાવ્યા મુજબ, કર્મચારીઓને શરૂઆતમાં ચોરીની શંકા ગઈ હતી અને તેમણે CCTV ફૂટેજની પુરી રીતે તપાસ કરી હતી પરંતુ તેમાં કંઈ અજુગતું દેખાયું ન હતું.

Rat-Jewellery-Karnataka

તેમણે કહ્યું કે, ‘બધાને આશ્ચર્ય થયું કે, શું કોઈ ગ્રાહકે તે લીધા છે, પરંતુ તેનો પણ કોઈ પુરાવો મળ્યો નથી. અમે સમજી શક્યા નહીં કે આ કેવી રીતે થયું. પાછળથી, જાણવા મળ્યું કે ઘણા ટૅગ્સ કે જેમાં કેટલા વજનના દાગીના છે તે દર્શાવવામાં આવ્યા હોય, તે પણ ગાયબ હતા.’

દુકાન માલિક વિશ્વાસે કહ્યું, ‘અમે વિચાર્યું કે જો તે ચોર હશે, તો તેઓ ટેગ્સ નહીં લઇ જાય, તેઓ ફક્ત દાગીના જ લઇ જશે. તેથી અમે ફરીથી તપાસ કરવાનું નક્કી કર્યું.’ તેમણે જણાવ્યું કે, ગઈકાલે રાત્રે ફરીથી  CCTV ફૂટેજની તપાસ કર્યા પછી, કર્મચારીઓએ સવારે 4:30 વાગ્યે એક ઉંદરને વીંટી લઈ જતો જોયો.

Leave a Reply

error: Content is protected !!